Big News: CBSE ૧૦માની પરીક્ષા રદ-૧૨માની મોકૂફ,PM મોદીની મીટિંગ બાદ નિર્ણય

દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે બુધવારે દેશમાં સીબીએસઈ બોર્ડની ૧૦માની પરીક્ષા રદ કરવામાં આવી છે અને ૧૨માની પરીક્ષા ટાળવામાં આવી છે. પીએમ મોદીએ આ વિષય પર શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી.૩૦ લાખ બાળકોનો ભાવીનો લેવાયો નિર્ણયદેશમાં કોરોનાના વધતા કેસોને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગઈકાલે પરીક્ષાઓ રદ કરવા માગ કરી હતી. દેશમાં લગભગ ૩૦ લાખ બાળકો સીબીએસઈની પરીક્ષાઓ આપવાના હતા. ૧૦મા ધોરણના ૧૮ લાખ વિદ્યાર્થીઓ અને ૧૨માના ૧૧૨ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે, જેના માટે કોઇ વિકલ્પ કાઢવો જોઇએ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ૬ લાખ બાલકો સીબીએસઇની પરીક્ષા આપવાના છે. ઉપરાંત ૧ લાખ શિક્ષકો પણ તેમાં ભાગ લેશે. આ પરીક્ષા મોટો હોટ સ્ટોપ બની શકે છે. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે. જેના માટે કોઇ વિકલ્પ કાઢવો જોઇએ.