કચ્છ જિલ્લાના આંગણવાડીના બાળકો હવે લઇ રહ્યા છે પ્રાથમિક શાળાના પ્રજ્ઞા ક્લાસની મુલાકાત

0
49

ICDS વિભાગ અંતર્ગત ચાલતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે જેમાં ૩ થી ૬ વર્ષના બાળકોપાયાનું જ્ઞાન મેળવી રહ્યા છે,આ બાળકો ભવિષ્યમાં પ્રાથમિક શાળામાં જશે તે હેતુથી સુસજ્જ કરવા માટે આંગણવાડી કેન્દ્રના બાળકો અને પ્રાથમિક શાળા વચ્ચે ભાગીદારી વિકસાવવા બાબતનું આયોજન જિલ્લા પંચાયત –કચ્છ, ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.

૧૬ જાન્યુઆરી ૨૦૨૩થી કચ્છ જિલ્લાની તમામ આંગણવાડીઓના બાળકો શાળા પટાંગણમાં આવતી આંગણવાડી અને શાળાના મકાનમાં ચાલતી આંગણવાડી અને ત્યારબાદ આંગણવાડી કેન્દ્રથી નજીક થતી પ્રાથમિક શાળાના પ્રજ્ઞા ક્લાસની આયોજન મુજબ મુલાકાત શરૂ કરાઇ છે.

આ મુલાકાતમાં જુદી જુદી રમતો રમવી, બાળગીતો ગાવા,અભિનય ગીતો કરવા અને બાળ વાર્તા જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે , આંગણવાડી કેન્દ્રના બાળકો વર્ષમાં બે વખત પ્રજ્ઞા કલાસની મુલાકાત લેશે અને દર ત્રણ માસે પ્રાથમિક શાળાના બે થી ત્રણ બાળકોની ટીમને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવા આમંત્રિત કરાશે.

આ આયોજન મુજબ કચ્છની જુદી જુદી આંગણવાડી કેન્દ્રના બાળકોએ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આંગણવાડીના બાળકોને પ્રજ્ઞા ક્લાસમાં ચાલતી પ્રવૃત્તિ અંગે સુંદર સમજ આપવામાં આવી હતી. ઉપરાંત ભાર વગરનું ભણતર શું છે ? ભવિષ્યમાં તે બાળકો પ્રાથમિક શાળામાં આવશે તે અંગે તેને તો કેવી રીતે ભણશે ? તે અંગેની સમજ આપવામાં આવી હતી.