લુણવાની વાડીમાં પગ સ્લીપ થતા યુવાનનું મોત

0
116

ભચાઉ : તાલુકાના લુણવા ગામે વાડીમાં યુવક પાણી વાળતો હતો ત્યારે તેનો પગ સ્લીપ થઈ જતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જયાં તેનું મોત થતા પોલીસમાં એડી દાખલ થઈ છે. ભચાઉ પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ લુણવા વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મુળ રાધનપુરનો અને હાલે અહીં રહેતો ર૮ વર્ષિય બાબુભાઈ ડુંગરભાઈ આહિર વાઘજીભાઈ છાંગાની વાડીમાં પાણી વાળતા હતા ત્યારે પગ લપસતા પડી જવાથી માથાના ભાગે ઈજાઓ થતા સારવાર નસીબ થાય તે પૂર્વે જ મોત આંબી ગયું હતું.