ટુ- વ્હીલર વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું ઓકશન કરાશે

0
35

ભુજ : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીભુજ – કચ્છની અખબાર યાદી મુજબ ટુ- વ્હીલર(મોટર સાઇકલ)ના ગોલ્ડનસિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12-HA નું  Auction  શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૦૧/૦૬/૨૦૨૩સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ  ૦૩/૦૬/૨૦૨૩સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૦૩/૦૬/૨૦૨૩સમય સાંજે ૪ કલાક સુધીઇ-ઓકશન સમાપ્ત તારીખ ૦૫/૦૬/૨૦૨૩સમય સાંજે ૪ કલાક સુધી થશે.

 સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૮૦૦૦રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૩૫૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૨૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે.  પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://parivahan.gov.in/fancy પર નોંધણીયુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/7421  તા.૧૨/૧૦/૨૦૧૭ Appendix-A(આ સાથે સામેલ છે)ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.   પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે( Process Flow સામેલ છે.) આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહી. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.

 ખાસ સ્પષ્ટતા કરવાની કેઆ ૬૦ દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓકશનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવેલી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પુરૂ થયા બાદ તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.  અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ(Base price  )ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશેજેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી. ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે. તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.