ગાંધીનગરઃ : ગાંધીનગરમાં મહેસુલી બાબતોને લઈને મંગળવારે તમામ જિલ્લા કલેકટરોની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. મુખ્ય સચિવ રાજકુમારે ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ વખત આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં મહેસુલી બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી ચિંતન શિબિર દરમિયાન જિલ્લામાં થયેલી કામગીરીનું રિપોર્ટના આધારે બેસ્ટ કલેકટરેટ્સના એવોર્ડ આપવામાં આવશે. જેમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલી કામગીરીનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના
પુત્રની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ આ બેઠકમાં હાજર નહીં રહે. ગુજરાતમાં જંત્રીના ભાવમાં થયેલા વધારા પછી આવતીકાલે કલેકટરોની બેઠક મળી રહી છે. જેમાં ૨૦ જેટલી બાબતો પર ચર્ચા કરવામાં આવશે જેમાં જિલ્લાના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત માટે માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની મહેસુલ વિભાગના ટોચના અધિકારીઓ હાજરી આપશે મહેસૂલી કાર્યવાહીમાં ઝડપ લાવવા વિકાસના કામોની સ્થિતિની જાણકારી માટે આ બેઠક બોલાવવામાં આવી રહી છે. મહેસુલી કાર્યવાહી ઝડપ બનાવવા માટે થઈને નવા વિકાસના કામોની સ્થિતિની જાણકારી આ ઉપરાંત દબાણ કુમાર નિકાલ એને પ્રક્રિયા
કુપોષણ અભિયાન રોજગારીના પ્રશ્નો જંત્રીના દરના વધારા પછી સ્ટેમ્પ ડ્યુટી તેમજ રજીસ્ટ્રેશનની આવકની સમીક્ષા કરવામાં આવશે આ સિવાય તમામ જિલ્લાઓમાં સરકારી પડતર જમીનની વિગતો માંગવામાં આવી રહી છે. આગામી વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને કેટલાક કામો અને ઇન્ડસ્ટ્રીઝના વિકાસની તકોને મહત્વ આપવામાં આવશે. જેને લઈને રાજ્ય સરકાર આગામી દિવસોમાં તેની નવી ઔદ્યોગિક નીતિ તૈયાર કરવા જઈ રહી છે.
તમામ બાબતોને લઈને રાજ્યભરના કલેકટરો આવતીકાલે ગાંધીનગર આવી રહ્યા છે.
આગામી ચિંતન શિબિરને લઈને પણ અધિકારીઓ તેમના જિલ્લામાં થયેલી કામગીરી નો રિપોર્ટ પણ રજૂ કરશે જેના આધારે બેસ્ટ કલેક્ટરેટ એવોર્ડ આપવામાં આવશે.
Home Gujarat Gandhinagar રાજ્યભરના કલેકટરોને ગાંધીનગરનું તેડું, જિલ્લામાં થયેલી કામગીરીનો રિપોર્ટ કરાશે રજૂ