‘મને પૂછ્યા વગર લગ્નમાં કેમ ગઈ તી’  સાડાઉમાં પતિએ પત્નીને માર્યો માર

"Why did you get married without asking me?"In Sadau, the husband beat his wife

‘મને પૂછ્યા વગર લગ્નમાં કેમ ગઈ તી’  સાડાઉમાં પતિએ પત્નીને માર્યો માર

મુંદરા : તાલુકાના સાડાઉ ગામે પતિએ પત્નીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પતિએ પત્નીને મારમારી, ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુંદરા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભુજના જુની રાવલવાડીમાં રહેતી અને હાલ મુંદરાના સાડાઉમાં રહેતી ધનબાઈ હેમરાજ મહેશ્વરી (ઉ.વ.૪પ)એ તેના પતિ હેમરાજ પૂંજા મહેશ્વરી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.  મુંદરા મરીન પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદ મુજબ પત્નીએ જણાવ્યું હતું કે, તેના પતિએ તેને પૂછયા  વગર લગ્નમાં કેમ ગઈ હતી તેવું કહીને માથુ પકડીને દિવાલ સાથે તેમજ દરવાજા સાથે ભટકાવીને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ સારવાર માટ ખસેડાયેલી મહિલાને હોસ્પિટલમાં આવીને તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે મુંદરા મરીન પોલીસે ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ હરચંદભાઈ પટેલે આગળની તપાસ હાથ ધરી છે.