રાજયસભા માટે ભાજપના બે ઉમેદવારો જાહેર

Two BJP candidates for Rajya Sabha announced

રાજયસભા માટે ભાજપના બે ઉમેદવારો જાહેર

૧ માર્ચના યોજાનારી ચૂંટણી માટે ભાજપે રામ મોકરીયા-દિનેશ પ્રજાપતીને આપી તક : અભય ભારદ્વાજ-અહેમદભાઈ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર ખેલાશે ઔપચારીક જંગ : ૧૮મીએ ભાજપના ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ

દિનેશભાઈ પ્રજાપતિ મુળ ડિસાના છે વતની : દિનેશભાઈ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના છે પ્રમુખ : જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તથા જિલ્લાના પૂર્વ મહામંત્રી પદે દીનેશભાઈ આપી ચુકયા છે સેવા

ગાંધીનગર : ગુજરાત રાજયની રાજયસભાની બે બેઠકો તાજેતરમા જ અહી અભયભાઈ ભારદ્વાજ તથા અહેમદભાઈ પટેલના નિધન બાદ ખાલી પડવા પામી ગઈ હતી અને તેના પર ચૂંટણી જંગની સત્તાવાર જાહેરાત થવા પામી ચૂકી છે ત્યારે હવે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક પર પોતાના બે ઉમેદવારોની ઘોષણા કરી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ભાજપે રામ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને આ બેઠકો પરથી ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. આ બન્ને બેઠકોના નોટીફીકેશન અલગ અલગ રીતે જાહેર થવા પામ્યા છે. ભાજપને માટે આ બન્ને બેઠકો પર જીત નિશ્ચિત જ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. ૧ માર્ચના રોજ અહી  ચુંટણીઓ યોજાશે. ૧૮મી ફેબ્રુઆરીના રોજ અહી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. નોધનીય છે કે, આંકડાકીય ગણિતની વાત કરીએ તો અહી ચુંટણી જીતવા માટે ૯૧ મતોની જરૂરીયાત રહેલી છે જયારે ભાજપની પાસે ૧૧૧ની સંખ્યાબળ છે જયારે કોંગ્રેસને માટે માત્ર૬પનું જ સંખ્યાબળ રહેલ છે. એટલે કોંગ્રેસને માટે આ બેઠકો જીતવી કપરૂ કામ છે જયારે ભાજપનો વિજય અહી નિશ્ચિત જ મનાઈ રહ્યુ છે. આ બન્ને બેઠકો પર ચુંટણી અલગ અલગ રીતે યોજાશે અને એટલે ભાજપના તમામ ધારાસભ્યો બન્ને બેઠકેા પર મતદાન કરી શકશે. 

૫હેલી માર્ચે યોજાશે ચૂંટણી

ગાંધીનગર : ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું ૧૧ ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબ્રુઆરી છે. ૧૯ ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.