મતદાનના દિવસે ચુંટણી લડતા ઉમેદવારને ફાળવેલ વાહનો અંગે જાહેરનામું જારી કરાયું

To a candidate contesting an election on polling day Notice issued regarding allotted vehicles

મતદાનના દિવસે ચુંટણી લડતા ઉમેદવારને  ફાળવેલ વાહનો અંગે જાહેરનામું જારી કરાયું

રાજય ચુંટણી આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ની તારીખો જાહેર થયેલ છે. તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ મતદાન થનાર છે. જે મુજબ  તા.૨૩/૦૧/૨૦૨૧થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જે અનુસંધાને જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી શાખા,કલેકટર કચેરીએ જણાવેલ છે. આ ચુંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બીનઅધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. રાજય ચુંટણી આયોગના તા.૧૬/૧૨/૧૯૯૪ ના હુકમ ક્રમાંક એસઇસી/ઇએલસી/એમયુએન/એસસીએલ/૯૪ ની વિગતે ભારતના ચુંટણી પંચના પત્ર ક્રમાંક ૪૩૭/૬/૦૬-પીએલએન/૩, તા.૨૩/૧૧/૦૭ની સૂચના અનુસાર ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારની ઉપર અનધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો ઉપર પ્રતિબંધ/નિયંત્રણ રાખવા ફરમાવેલ છે. જેથી પ્રવિણા ડી.કે., આઇ.એ.એસ. જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ – ભુજ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, સમગ્ર કચ્છ જીલ્લામાં ચુંટણી લડતા ઉમેદવારોને તા. ૨૮/૦૨/૨૦૨૧ ના રોજ મતદાનના દિવસે નીચે મુજબના વાહનોનો ઉપયોગ મળવાપાત્ર થશે. પરંતુ આ મળવાપાત્ર વાહનો અંગેની પરવાનગી ચુંટણી અધિકારીશ્રી, મદદનીશ ચુંટણી અધિકારીશ્રી પાસેથી મેળવવાની રહેશે અને તે વાહનો પર આવી પરવાનગી લગાડવાની રહેશે. મતદાનના દિવસે કોઈપણ ઉમેદવાર તેમના મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના ચુંટણી એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના  કાર્યકર્તાઓ માટે વાપરી શક્શે. વાહન એટલે કે ફક્ત ચાર/ત્રણ/બે પૈડાવાળા વાહન જેવા કે કાર, ટેક્સી, ઓટોરીક્ષા, રીક્ષા અને દ્વિચક્રી વાહનોમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબની વ્યક્તિથી વધુ બેસી શક્શે નહી તેમજ ઉમેદવાર અથવા એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઈ બીજી વ્યક્તિ દ્વારા થઈ શક્શે નહી. મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરૂં પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ/પ્રલોભન ઉભું કરવા સામે પણ મનાઈ ફરમાવેલ છે. આ હુકમ ચુંટણી સાથે સંબંધ ન ધરાવતા, તેમના માલિકોના ખાનગી ઉપયોગ માટે તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાનગી વાહનો. ખાનગી વાહનોના માલિકો દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે જવા માટે પરંતુ મતદાન મથકની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્યાની અંદર ક્યાંય જવા માટે નહિ એ રીતે પોતાના માટે કે પોતાના કુટુંબના સભ્યો માટે માલિકો દ્વાર ઉપયોગમાં લેવામાં આવતા ખાનગી વાહનો, હોસ્પિટલ વાન, એમ્બ્યુલન્સ, દુધની વાન, પાણીના ટેન્કર, વિદ્યુત સંકટકાલીન સેવા વાન, ફાયરબ્રિગેડ, ચુંટણી સંબંધી ફરજ બજાવતા અધિકારીઓ, ફરજ પરની પોલીસ અને આવશ્યક સેવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો. નિયત સ્થળો વચ્ચે અને નિયત કરેલા માર્ગો પર ફરતી બસો જેવા જાહેર પરિવહનના વાહનો, અનિવાર્ય હોય એવી મુસાફરીઓ માટે હવાઈ મથકો, રેલ્વે સ્ટેશનો, આંતર રાજ્ય બસ સ્ટેન્ડ, હોસ્પિટલે જવા માટેની ટેક્સીઓ, ત્રણ પૈડાવાળા સ્કુટરો, રીક્ષાઓ વિગેરે તથા બીમાર અને અપંગ વ્યક્તિઓ દ્વારા તેમના પોતાના ઉપયોગ માટે વાપરવામાં આવતા ખાનગી વાહનો લાગુ પડશે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/-નો દંડ અથવા બન્ને સજા થઈ શક્શે. ઉપરાંત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ હેઠળ તથા ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-૯(એ) હેઠળ પણ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શક્શે.