તમિલ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન, આત્મહત્યાની આશંકા

Tamil actor Indra Kumar dies, suspected suicide

તમિલ એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન, આત્મહત્યાની આશંકા

(જી.એન.એસ.)મુંબઈ,તમિલ ટીવી એક્ટર ઇન્દ્ર કુમારનું નિધન થઇ ગયુ છે. તેણે મિત્રનાં ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. રિપોટ્‌ર્સ મુજબ, ઇન્દ્ર કુમાર તેનાં મિત્રોને મળવાં તેમનાં ઘરે ગયો હતો જ્યાં સવારે તે મૃત મળી આવ્યો. એક્ટરનાં મિત્રોને જ્યારે માલૂમ થયું ત્યારે તેમણે તુરંત જ પોલીસને આ અંગે માહિતી આપી છે. ઇન્દ્ર કુમારનું શવ પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યું છે. અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી લીધી છે.તમિલ ટીવી એક્ટર ઇન્દ્રકુમારે ૧૯ ફેબ્રુઆરીનાં રોજ પેરાબાલુરુમાં આત્મહત્યા કરી હતી. તેણે તેનાં મિત્રનાં ઘરે આત્મહત્યા કરી લીદી છે. ખાસ વાત એ છે કે, ઘટના સ્થળેથી કોઇ જ સ્યુસાઇડ નોટ મળી નથી. ઇન્દ્ર કુમારે ઘણી બધી તમીલ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તેઓ હાલમાં કામની તલાશમાં હતો. આપને જણાવી દઇએ કે ઇન્દ્ર કુમારનાં લગ્ન થઇ ગયા છે અને તેને એક બાળક પણ છે.
ઇન્દ્ર કુમારે કેમ આત્મહત્યાનું પગલું ઉઠાવ્યું તે અંગે હજુ સુધી કોઇને માલૂમ નથી. હાલમાં પોલીસ તેની આત્મહત્યાની તપાસમાં લાગી છે. જો મીડિયા રિપોટ્‌ર્સની માનીયે તો, ઇન્દ્ર કુમારને સારુ કામ નહોતું મલી રહ્યું જેને કારણે તે ઉબાઇ ગયા હતાં તેને ફિલ્મોમાં પણ કામ નહોતું મળી રહ્યું. તેમજ તેનાં અને તેની પત્ની વચ્ચે પણ કોઇ વાતે મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઇ હોવાનું સામે આવ્યું હતું.