સ્વરાજજંગ : એક દીવસે મતગણતરીની અરજી સુપ્રીમે પણ ફગાવી

Swarajjung: One day, the Supreme Court also rejected the application for counting of votes

સ્વરાજજંગ : એક દીવસે મતગણતરીની અરજી સુપ્રીમે પણ ફગાવી

કોંગ્રેસને ઝટકો : અલગ અલગ જ થશે કાઉન્ટીંગ

નવી દિલ્હી : એક જ દીવસે મણગણતરી કરવાનો મામલે સુપ્રીમકોર્ટ દ્વારા પણ ઈન્કાર કરી દેવાયો છે. હાઈકોર્ટ બાદ સુપ્રીમ દ્વારા પણ આ અરજી નામંજુર કરવામા આવી છે. કાલે મતગણતરી હોવાથી આ નિર્ણય લેવો શકય ન હોવાનુ કહેવાયુ છે. નોધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં કોંગ્રેસ દ્વારા પડકારવામા આવ્યો હતો. પરંતુ હવે સુપ્રીમકોર્ટ દ્વારા પણ હાઈકોર્ટના જજમેન્ટને માન્ય રખાયો છે એટલે મહાનગરો અને નગરપાલિકાઓની અલગ અલગ જ મગણતરી થવા પામશે અને હવે કાલે જ થશે છ મનપાની ચૂંટણીની મતગણતરી તથા અલગ અલગ જ કરવામાં આવશે. ઈસીએ ઠરાવેલા કાર્યક્રમ અનુસાર જ સ્વરજ જંગમાં મતગણતરી કરવામા આવશે. નોધનીય છે કે, ચુંટણીપંચ દ્વારા જે તારીખો જાહેર કરાઈ છે તે અનુસાર જ મહાનગરપાલિકાઓ તથા અન્ય જિલ્લા તાલુકા અને નગરપાલીકાની ચુંટણીઓ હવે અલગ અલગ જ કરવામા આવશે. સુપ્રીમકોર્ટના આદેશથી કોંગ્રેસને ફટકો જ પડયો છે.