સુનિલ ગ્રોવર કપિલ શર્મા શોમાં પરત આવવો નથીઃ માત્ર અફવા છે

Sunil Grover Kapil Sharma is not coming back to the show: it's just a rumor

સુનિલ ગ્રોવર કપિલ શર્મા શોમાં પરત આવવો નથીઃ માત્ર અફવા છે

(જી.એન.એસ.)મુંબઇ,લોકોને સમાચાર મળ્યા હતા કે ફરી એકવાર કપિલ અને સુનીલ સાથે જોવા મળવાના છે. જો કે આ બન્નેની કોમેડી પણ લોકોને જોવી ગમે છે. પણ આ સમાચાર દર વખતની જેમ આ વખતે પણ અફવા નીકળી અને હકીકતમાં તે બન્ને સાથે જોવા મળવાના નથી. હવે સમાચાર મળી રહ્યા છે કે સુનીલે આ શોમાં વાપસી કરવાની ના પાડી દીધી છે. સુનીલે કહ્યું કે કપિલના શોમાં જવાનો મારો કોઈ જ પ્લાન નથી.છેલ્લા કેટલાક સમયથી આવી રહેલી ખબરો અનુસાર કપિલ શર્મા અને સુનીલ શર્મા એકવાર ફરી સાથે જોવા મળવાના હતા. સલમાન ખાને બન્ને વચ્ચે વાટાઘાટો કરીને સમાધાન કરાવી દીધું હતું. સલમાન ખાન આ શોનો પ્રોડ્યુસર પણ છે. પરંતુ એક અંગ્રેજી અખબાર અનુસાર સુનીલ ગ્રોવરે કહ્યું કે સલમાને આવો કોઈ ફોન નથી કર્યો અને મારો હાલમાં કોઈ પ્લાન નથી.સુનીલના નજીકના એક માણસે આ વિશે વાત કરી હતી કે, હાલમાં જે પ્રમાણે સુનીલને વેબ સીરિઝમાં નામ અને ફેમ મળી રહ્યું છે એ બધું છોડીને કપિલની કહાનીઓમાં જવું ખોટું છે. કપિલ શર્મા શોથી બહાર નીકળ્યા પછી સુનિલ પોતાની રીતે કામ કરવામાં ઘણો ખુશ છે અને ઘણું સારુ પણ કરી રહ્યો છે. હવે તેણે ફિલ્મો અને વેબ શો પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.