સોલા સિવિલની ઘોર બેદરકારીઃ ૫ દિવસથી તમામ AC બંધ, દર્દીઓ પરેશાન

Sola Civil's gross negligence: All AC off for 5 days, patients harassed

સોલા સિવિલની ઘોર બેદરકારીઃ ૫ દિવસથી તમામ  AC બંધ, દર્દીઓ પરેશાન

(જી.એન.એસ.)અમદાવાદ,અવાર નવાર હોસ્પિટલની બેદરકારી સામે આવતી રહે છે. એ જ રીતે હવે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવતા હાહાકાર મચી ગયો છે અને કેટલાય દર્દીનો જીવ જોખમમાં મૂકાયો છે. છેલ્લા ૫ દિવસથી તમામ પ્રકારની સર્જરી અને ઓપરેશન બંધ રાખવામાં આવ્યા છે. કારણ કે સોલા સિવિલના તમામ એસી બંધ હોવાનો લેટર બોમ્બ ફૂટ્યો છે. પીઆઈયુ વિભાગની બેદરકારીથી હાલમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે. એક કારણ સામે આવ્યું છે કે બિલ ન ભરાયું હોવાથી એસી બંધ છે.હાલમાં સોલા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આલતા ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી તમામ પ્રકારના સર્જરી અને ઓપરેશન બંધ છે. સર્જરી અને ઓપરેશન ન થતાં અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં તમામ વિભાગના એસી બંધ થયા છે. છેલ્લા પાંચ દિવસથી સોલા સિવિલ હોસ્પિટલની એવી હાલત છે કે મોટા ભાગના એર કંડીશનર બંધ થઈ ગયા છે.પ્રારંભિક રીતે એવું જાણવા મળ્યું છે કે બિલ ભરાયું ન હોવાના કારણે એસી બંધ થયા છે. આવું થવાના કારણે ઇમરજન્સી સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. પરિસ્થિતિ એવી થઈ કે પીઆઈયુ વિભાગની બેદરકારીના કારણે દર્દીઓ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.