ઇન્દોરમાં ટેન્કર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ છ યુવકોના મોત
Six youths killed in Indore tanker-car accident

(જી.એન.એસ.)ઇન્દોર,મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક રોડ એક્સિડેન્ડમાં છ મિત્રનાં મોત થયાં છે. તેઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ફુલ સ્પીડે જતી કાર ટેન્કરની પાછળ અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું હતું અને કારની આગળ અને પાછળની સીટનો ભાગ લગભગ એકબીજાને ચોંટી ગયો હતો.બે મિત્ર સીટ પરથી ઊછળીને બોનેટ પર આવી ગયા હતા. તેમાંથી કોઈનો હાથ તો કોઈનું માથું ઘડથી અલગ થઈ ગયાં હતાં. આ દુર્ઘટના સોમવારે રાતે અંદાજે એક વાગે નિરંજન ચાર રસ્તા ઘટી હતી. તેઓ દેવાસ તરફથી આવી રહ્યા હતા. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ પાર્ટી કરવા ક્યાં ગયા હતા અને આ ઘટના કઈ સ્થિતિમાં ઘટી હતી.લસૂડિયા પોલીસના એસઆઇ નરસિંહ પાલે જણાવ્યું હતું કે કાર ખૂબ ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ છે. એને ગેસ કટરથી કાપીને મૃતદેહો બહાર કાઢવા પડશે. કારમાં કુલ છ લોકો હતા. ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં છે. બે મિત્ર જીવતા હતા, પરંતુ તેમનાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં છે.