સ્કૂલે જવું ગમતું ન હોવાથી ધો. ૧૦ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર

Since I don't like going to school Std. A student of 10 committed suicide

સ્કૂલે જવું ગમતું ન હોવાથી ધો. ૧૦ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર

(જી.એન.એસ.)અમદાવાદ,આજકાલના બાળકોમાં ભણવાને લઈ માનસિક દબાણ વધતું જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓનાં આપઘાતનાં કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભણવાનું માનસિક ટેન્શન સહન ન કરી શકવાને કારણે બાળકો જીવ આપી દેવાનો સરળ નિર્ણય લેતાં હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો છે. જેમાં ધોરણ ૧૦ની છોકરીએ શાળાએ જવું ગમતું ન હોવાથી આત્મહત્યા કરી લીધી છે.જૂનાગઢના વંથલીના ખોખરડા ગામે રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સ્કૂલે જવું પસંદ ન હોવાથી પોતાના ઘરે કેરોસીની છાંટીને સળગી જઈને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વંથલીના ખોખરડા ગામે રહેતી આરતી અરવિંદભાઈ મૂછડીયા (ઉંમર-૧૭) ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. અને સ્કૂલે જવું તેમ જ ભણવાની ઈચ્છા ન હોય જેથી ગઈકાલે સવારે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને સળગી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું વંથલી પોલીસમાં જાહેર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.