પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રચાર અભિયાનમાં  જોડાતા કચ્છ ભાજપનો ઉત્સાહ બુલંદ

Region BJP General Secretary in the campaign Joining Kutch BJP's enthusiasm is high

પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રચાર અભિયાનમાં  જોડાતા કચ્છ ભાજપનો ઉત્સાહ બુલંદ

ફતેહગઢ, ખેડોઈ ખાતે પ્રદિપસિંહ વાઘેલાની સભા યોજાઈ 

ભુજ : પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જિલ્લાની વિવિધ જિલ્લા પંચાયત બેઠકો પર ચૂંટણી પ્રચાર અભિયાન અંતર્ગત જંગી જાહેરસભાઓને સંબોધતા કચ્છ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉત્સાહ વ્યાપી ગયો છે અને પરિણામે કાર્યકરોનો હોંસલો પણ મજબૂત બન્યો છે. ફતેહગઢ અને અંજાર તાલુકાની ખેડોઈ જિલ્લા પંચાયત બેઠકોની સભાઓ અનુક્રમે ફતેહગઢ અને ખેડોઈ મુકામે યોજવામાં આવી હતી.  ઉપરોક્ત તમામ બેઠકોમાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચૂંટણી અગાઉ જ ભાજપ તરફી માહોલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યુંં કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન થકી આગામી દિવસો ભારત માટે વિશ્વ ફલક પર ટર્નીંગ પોઈન્ટ સમા બની રહેશે. કેન્દ્ર સરકાર એ તમામ વર્ગ અને તમામ શ્રેણીના લોકોને સાથે લઈને ચાલનારી સરકાર છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે આરૂઢ હતા ત્યારે એમણે સતત આગવું ગુજરાત બનાવવાના પ્રયત્નો આદર્યા હતા અને ગુજરાતને દેશમાં એક રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. પરિણામે સમગ્ર દેશની પ્રજાએ તેમના પર દૃઢ વિશ્વાસ મુકીને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વાળી સરકાર બનાવી.  વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા શ્રી વાઘેલાએ કહ્યું હતું કે, કોંગ્રેસની કરણી અને કથનીમાં જમીન-આસમાનનો તફાવત છે. દેશની પ્રજાને અવળે માર્ગે દોરતી કોંગ્રેસને તેના શાસનકાળ દરમિયાન જનકલ્યાણ માટે ક્યારેક વિચારસુધા આવ્યો નથી. જેથી હવે ભાજપના સુશાસનથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. કચ્છમાં નર્મદા જળ બાબતે હંમેશા વિરોધ નોંધાવતી કોંગ્રેસ ખુદ તેમની કેન્દ્ર સરકારના શાસનકાળમાં કચ્છ વિશે ક્યારેય હરફ માત્ર પણ ઉચ્ચાર્યો નથી. જ્યારે વડાપ્રધાન શ્રી મોદીએ દેશનું સુકાન સંભાળ્યાના ૧૭મા દિવસે જ કચ્છની ચિંતા કરીને સરદાર સરોવર ડેમની ઉંચાઈ વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે સમગ્ર રાષ્ટ્રમાં સાચા અર્થમાં એક સ્થિર, મજબૂત અને લોકશાહિ વાળી સરકારની છબી પ્રસ્થાપિત કરી છે. કોંગ્રેસના ૭૦ વર્ષના શાસનકાળની તુલનાએ ભારતીય જનતા પાર્ટીના ૭ વર્ષના શાસનના જ્યારે લેખા જોખા કરવામાં આવે ત્યારે કેન્દ્ર સરકાર કઈ ઝડપથી અને કેટલી પ્રબળ ઈચ્છાશક્તિથી રાષ્ટ્રોત્થાનના કાર્યમાં અવિરતપણ પ્રવૃત્ત છે એનો અંદાજ લગાવી શકાય છે. જેમાં રામ મંદિરનો ઉકેલ અને કાશ્મિરમાં ૩૭૦ જેવી કલમ હટાવવી જેવી નિર્ણયો મુખ્ય છે. ઉપરોક્ત સભાઓમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવેએ પ્રાસંગીક ઉદબોધનમાં સરકારની સિધ્ધિઓ વર્ણવી આ વિકાસયાત્રાની આગેકૂચ કરવા તમામ બેઠકો પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી. સભાઓમાં જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ, મંત્રી વિજુબેન રબારી, અંજાર તાલુકા સહપ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિર, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરીયા સહિત પક્ષના વિવિધ હોદ્દેદારો, જિલ્લા-તાલુકા પંચાયત સીટના ઉમેદવારો, કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.