રાનવેરી હત્યાકાંડઃલાજ લેવા ઘરમાં ઘુસેલા યુવકને પરિણીતાએ જ કુહાડીથી પતાવી દીધો

Ranveeri massacre: A young man who broke into a house to seek treatment was killed by his wife with an ax

રાનવેરી હત્યાકાંડઃલાજ લેવા ઘરમાં ઘુસેલા યુવકને પરિણીતાએ જ કુહાડીથી પતાવી દીધો

(જી.એન.એસ.)માયપુર,૨ દિવસથી ગુમ રાનવેરીનો યુવકની હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી તેના ઘરની પાસે ફેંકી દેવાઇ હતી. આ કેસ લાશના નીકાલમાં વપરાયેલી મોપેડ પરથી મળેલા લોહીના ડાઘાના આધારે ઉકેલાયો છે.વાલોડ તાલુકાના રાનવેરી ખાતે નિશાળ ફળિયામાં રહેતા કિશન ઉર્ફે ક્રિષ્ના લક્ષ્મણભાઇ ચૌધરી ૨૧મીના રોજ ડુમખલ ચૌધરી ફળીયા તરફ જતા માર્ગ પર તેની લાશ મળી હતી. લાશને માથાના ભાગે ટોપી તથા પ્લાસ્ટિક વીંટાળી કોથળામાં વીંટાળી ઘર નજીક રોડની બાજુમાં નાખી ગયા હતા. વાલોડ પોલીસ અને તાપી એલ.સી.બી.એ હત્યારાને પકડવા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી.કિશનની લાશને પંચનામું કરતા તેના ખિસ્સામાંથી કોન્ડોમ મળતા તથા તેના અગાઉ થયેલ લગ્નમાં છૂટાછેડા થયેલ હોય. કોઈક સ્ત્રી સાથે અનૈતિક સબંધ હોવાની શંકા અને કોઈક દુશ્મનાવટ હોવાનું કારણ આગળ ધરી તપાસ હાથ ધરી હતી. વાલોડ પોલીસ અને તાપી એલ.સી.બી.એ કિશનના મિત્રો તથા ગ્રામજનો જેમાં ૨૫થી વધુ લોકોની પૂછપરછ કરી જવાબો લેવાયા હતા. 
ગુનો ઉકેલવા માટે ૧૫ વાહનચાલકોની પણ તપાસ આદરી હતી, જેમાં નિશાળ ફળિયામાં બંધ મકાનની સામે સફેદ કલરની એક્સેસ મોપેડ મૂકી હતી, જેના ઉપર લોહીના ડાઘ છુટા છવાયા હતા અને મોપેડને પાણી વડે સાફ કરેલાનું જણાતા તેના માલિકની તપાસ કરતા અવિનાશની (નોંધ પતી અને પત્નીનું નામ બદલ્યું છે) હોવાનું બહાર આવતા વાલોડ પોલીસે તેના ઘરે તપાસ કરતા અવીનાશની પત્ની હિનાની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.