લાલ કિલ્લા હિંસાના બે આરોપીની પોલીસે જમ્મૂ-કાશ્મીરથી ધરપકડ કરી

Police arrested two accused in the Red Fort violence from Jammu and Kashmir

લાલ કિલ્લા હિંસાના બે આરોપીની પોલીસે જમ્મૂ-કાશ્મીરથી ધરપકડ કરી

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બદલ દિલ્હી પોલીસે જમ્મૂ કાશ્મીરથી ૨ લોકોની ધરપકડ કરી છે, જેમા ખેડૂત અગ્રણી નેતા સામેલ છે. કેન્દ્રના ત્રણ નવા કાયદાઓ વિરુદ્ધ ટ્રેક્ટર રેલી કાઢી હતી, જમ્મૂ એન્ડ કાશ્મીર યૂનાઇટેડ કિસાન ફ્રન્ટના અધ્યક્ષ મોહિંદર સિંહ ૨૬ જાન્યુઆરીની હિંસાના મામલામાં જમ્મૂથી અટકાયત કરેલા પહેલા વ્યક્તિ હતા. જમ્મુ શહેરના ચાઠાનો રહેવાસી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે તેમની અટકાયતમાં કરવામાં આવી હતી અને તાત્કાલિક પૂછપરછ માટે દિલ્હી લઈ ગયા હતા.મહત્ત્વની વાત એ છે કે, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે. ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા થઈ હતી અને કેટલાક વિરોધીઓએ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ પણ લગાવી દીધો હતો. સિંઘના પરિવારે તેમને નિર્દોષ ગણાવ્યા હતા અને તાત્કાલિક છૂટા કરવામાં આવે તેવી માંગ કરી હતી. મોહિન્દર ઉપરાંત દિલ્હી પોલીસે જમ્મૂમાંથી મનદીપ સિંહની ધરપકડ કરી છે. બંનેને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.