ભુજમાં પરિણીતા મૃત મળી : હત્યા કે આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય 

Parineeta found dead in Bhuj: Mystery of murder or suicide

ભુજમાં પરિણીતા મૃત મળી : હત્યા કે આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય 

ભુજ : શહેરના ગણેશનગરમાં રહેતી ર૮ વર્ષિય પરિણીતા મૃત હાલતમાં મળી આવતા પોલીસે તપાસ આદરી છે. મહિલાની હત્યા કરાઈ કે આત્મહત્યા કરી તે અંગેનું રહસ્ય અકબંધ રહ્યું છે.  પ્રાપ્ત વિગતો મુજબ ગણેશનગરમાં આશાપુરા ગરબી ચોકમાં રહેતી હિનાબેન દિનેશભાઈ ગુસાઈએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. હતભાગીએ આપઘાત કર્યાનું તેના પતિએ પોલીસમાં નિવેદન આપ્યું છે. જોકે, પોલીસે શંકાના આધારે મૃતદેહને પીએમ માટે ખસેડીને પતિનું નિવેદન લેવા સહિતની તપાસ આદરી છે. પોલીસે મહિલાનું મોત શંકાસ્પદ જણાતા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે ત્યારે મૃતક મહિલાના પીએમ રિપોર્ટ બાદ ઘટના પરથી પરદો ઉચકાઈ શકે તેમ છે.