અદાણી એન્ટરપ્રાઈઝ અને એજકોનેક્સ વચ્ચે નવા ડેટા સેન્ટર અદાણી કોનેક્સની સંયુક્ત સાહસ તરીકે સ્થાપના કરાઈ

New data center established between Adani Enterprise and EdgeConex as a joint venture of Adani Connex

અદાણી એન્ટરપ્રાઈઝ અને એજકોનેક્સ વચ્ચે નવા ડેટા સેન્ટર અદાણી કોનેક્સની સંયુક્ત સાહસ તરીકે સ્થાપના કરાઈ

આ સંયુક્ત સાહસ આગામી દાયકામાં ૧ ગીગાવોટ ક્ષમતાનુ ડેટા સેન્ટર વિકસાવશે

અમદાવાદ :  અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અને ભારતના સૌથી મોટા મલ્ટી ઈન્ફ્રાસ્ટ્રકચર ઓર્ગેનાઈઝેશનમાં ગણના પામતા અદાણી એન્ટરપ્રાઈઝ અને દુનિયાભરનાં ૩૦ માર્કેટમાં ૫૦ સુવિધા પૂરી પાડતા અગ્રણી ગ્લોબલ ડેટા સેન્ટર ઓપરેટર એજ કોનેક્સ વચ્ચે ૫૦ઃ૫૦નું સંયુક્સ સાહસ સ્થાપવાની જાહેરાત કરી છે.
ફૂલ સ્કેલ ડેટા સેન્ટર્સ સ્થાપવા ઉપરાંત અદાણી કોનેક્સ વધુમાં સમગ્ર ભારતમાં વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ એજ ડેટા સેન્ટર્સનો પોર્ટફોલિયો વિકસાવશે, જે નજીકમાં ક્ષમતાને  સહયોગ આપશે.  આ એજ સાઈટસની એ રીતે ડિઝાઈન અને આયોજન કરવામાં આવશે કે જેથી માંગ મુજબ આસાનીથી વિસ્તારી શકાશે અને સંપૂર્ણ સ્તરનાં ડેટા સેન્ટર સંકુલમાં રૂપાંતરિત કરી શકાશે. મહત્વની બાબત એ છે કે  હાયપરસ્કેલ  અને હાયપરલોકલ  ડેટા સેન્ટર્સના  આ દેશવ્યાપી પ્લેટફોર્મને મહદ્દ અંશે રિન્યુએબલ પાવરથી  ઉર્જા પૂરી પાડવામાં આવશે. 
એજ કોનેક્સના સીઈઓ રેન્ડી બ્રુકમેને જણાવ્યું કે, અદાણી અમને  ભારતમાં આદર્શ પાર્ટનર  તરીકે પ્રાપ્ત થયેલ છે.  તે  ક્રિટિકલ ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે  જરૂરી ક્ષમતા અને નિપુણતા ધરાવે છે, જે સમગ્ર દેશમાં અમારા તમામ ગ્રાહકોને ઉત્તમ સહયોગ પૂરો પાડશે. 
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અદાણી જૂથ દેશભરમાં ગ્રીન પાવર, રિયલ એસ્ટેટ ક્ષેત્રે નિપુણતા, અંડરસી  કેબલ લેન્ડીંગ સ્ટેશન્સની પ્રાપ્તિ અને એજ લોકેશન્સ તરીકે કામ આપી શકે તેવા અનેક નોડ્‌ઝ ધરાવે છે. આ ઉપરાંત એજકોનેક્સની ડેટા સેન્ટર બિઝનેસમાંડોમેઈન નિપુણતા અને કટીંગ એ જ ટેકનોલોજી મારફતે તે સંયુક્ત સાહસમાં જે ચપળતા ધરાવે છે તેનાથી અમે પ્રભાવિત થયા છીએ. અદાણી કોનેક્સ સંયુક્ત સાહસ તરીકે ભારતમાં હાઈપર સ્કેલ ડેટા સેન્ટર્સના નિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને ચેન્નાઈથી શરૂ કરીને નવી મુંબઈ, નોઈડા, વિશાખાપટનમ અને હૈદ્રાબાદમાં બજારોમાં કામગીરી શરૂ કરશે. આ સ્થળોએ વિકાસ અને બાંધકામની શરૂ થઈ ચૂકી છે.