નાઇજીરિયામાં ઉડાન ભર્યા બાદ મિલિટ્રી જેટ ક્રેશઃ ૭ લોકોના મોત

Military jet crashes after taking off in Nigeria: 7 killed

નાઇજીરિયામાં ઉડાન ભર્યા બાદ મિલિટ્રી જેટ ક્રેશઃ ૭ લોકોના મોત

(જી.એન.એસ.)અબુજા,નાઇજીરિયાના એક એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડીક વાર બાદ એક મિલિટ્રી જેટ ક્રેશ થઇ ગયું. એરપોર્ટ પર હાજર સંખ્યાબંધ પેસેન્જર્સની આંખો સામે જ વિમાન થોડીક જ મિનિટોમાં બળીને ખાખ થઇ ગયું. સળગતા પ્લેનને જોઇ પેસેન્જર્સે ચીસાચીસ કરી મૂકી હતી. આ ગોઝારા અકસ્માતમાં ૭ લોકોના મોત નીપજ્યા છે. કરમની કઠનાઇ તો એ વાતની છે કે આ મિલિટ્રી પ્લેન કિડનેપ થયેલા લોકોને બચાવા જઇ રહ્યું હતું.રિપોર્ટના મતે એન્જિન ફેલ થયા બાદ વિમાનમાં બ્લાસ્ટ થયો અને પછી આગ લાગી ગઇ. વિમાનમાં સવાર અધિકારી એક રેસ્ક્યૂ મિશન પર જઇ રહ્યા હતા. અસલમાં નાઇજીરિયામાં ૪૨ લોકોને કિડનેપ કરી લીધા હતા જેને લઇ રેસ્ક્યૂ મિશન ચલાવામાં આવી રહ્યા હતા.એન્જિનમાં આગ લાગ્યા બાદ વિમાને ઇમરજન્સી લેન્ડિંગની કોશિષ કરી પરંતુ સફળતા મળી નહી. એરપોર્ટના એક સ્ટાફે કહ્યું કે તેમની નજર સામે અકસ્માતને જોઇ લોકો ચીસાચીસ કરવા લાગ્યા.તો શનિવારના રોજ અમેરિકામાં યુનાઇટેડ એરલાઇન્સના એક વિમાનમાં પણ આગ લાગી ગઇ હતી. પરંતુ પેસેન્જર્સને કોઇ નુકસાન પહોંચ્યું નહોતું. વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરાવ્યું હતું.