જુઓ તો ખરા ખાખી-બુટલેગરોની સાંઠગાંઠ..! : અરવલ્લી એલસીબી કચેરીમાંથી જ દારૂ ઝડપાયો

Look at the real khaki-bootleggers nexus ..! : Alcohol seized from Aravalli LCB office

જુઓ તો ખરા ખાખી-બુટલેગરોની સાંઠગાંઠ..! : અરવલ્લી એલસીબી કચેરીમાંથી જ દારૂ ઝડપાયો

ટાઉન પોલીસે ૭ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યોઃ અરવલ્લી એલસીબી પીઆઈ થયા સસ્પેન્ડઃ ૩ સામે દાખલ કરાઈ ફરીયાદ 

ગાંધીનગર : પોલીસતંત્ર અને દારૂના ધંધાથીઓ વચ્ચેની સાંઠગાંઠ કેટલી હદે ફેલાઈ જવા પામી ગઈ છે તેનો વરવો દાખલો આપતી એક ઘટના ઉજાગર થવા પામી ચુકી છે. હજુ તો અરવલ્લી પોલીસ મથકના અધિકારી અને દારૂના બુટલેગરનો ઓડીયો વાયરલ થયાના અહેવાલો સમ્યા જ નથી કે આજ રોજ અરવલ્લી એલસીબી ઓફીસ-કચેરીમાંથી જ દારૂની બોટલો બરામદ થવા પામી ગઈ હોવાની ઘટના ઉજાગર થવા પામી રહી છે. અરવલ્લીમાં સ્થાનિક ગુન્હા શોધક શાખાની કચેરીમાંથી દારૂની બોટલો મળી આવતા અહીના પીઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓની સામે ફરીયાદ દાખલ કરી દેવામા આવી છે. ટાઉન પોલીસ દ્વારા એલસીબીની કચેરીમાંથી ૭ પેટી દારૂનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે. અહી સવાલ એ થાય છે કે, એલસીબી કચેરીમાં દારૂની સાત પેટીનો જથ્થો પહોંચ્યો કેવી રીતે? કોણે પહોંચાડયો? કયા ઈરાદો કોણે મંગાવ્યો? તે સહિતના મુદાઓ અહી સવાલ સર્જી રહ્યા છે. ટાઉન પોલીસ દ્વારા અરવલ્લીની એલસીબી ઓફીસની તિજારી તથા  અન્ય ત્રણ જગ્યાએ છુપાવાયો દારૂ જડપી પાડયો છે.નોધનીય છે કે, ગઈકાલે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકયા બાદ આ પ્રકરણનો ભાંડો ફુટયો હોવાનુ કહેવાય છે.