જો.જો..,કચ્છમાં ડેજિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ્સ  બંધ કરવાનો નિર્ણય ઉતાવળીયો ન થાય સાબિત.!

Jo.Jo .., Designated Covid Hospitals in Kutch The decision to close proves not to be hasty!

જો.જો..,કચ્છમાં ડેજિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ્સ  બંધ કરવાનો નિર્ણય ઉતાવળીયો ન થાય સાબિત.!

  • કોરોના ગયો નથી : ચૂંટણી-શાળાઓ ખોલવાથી મહામારીનો થઈ શકે વિસ્ફોટ.!

શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલો તંત્રના અંકુશ બહાર : પોતાની રીતે દર્દીઓને આપે છે સારવાર 

સ્વરાજજંગની ચૂંટણીઓ, લગ્નસરાની સિઝન, શાળાઓ ખુલવી, બદલાતી ઋતુઓની સ્થિતિ કોરોના કેસને વકરવા બની શકે છે પ્રોત્સાહક

ગાંધીધામમાં કોરોના દર્દીઓ માટે એકમાત્ર સરકારી રામબાગ હોસ્પિટલ કાર્યરતઃ ખાનગી હોસ્પિટલોમાં સરકાર સાથે કરારબદ્વ સંસ્થાઓમાં રાહતરૂપ સેવાઓ ગત ૩૧મી ડીસે.થી સરકારના પરીપત્ર-આદેશ અનુસાર કરાઈ સંપન્ન : હવે ખાનગી હોસ્પિટલ સ્વૈચ્છાએ ધારાધોરણો અનુસાર છે સક્રીય

ગાંધીધામ : કોરોનાની મહામારીને નિયંત્રણમાં લાદવાની દીશામાં ભારતમાં વિશ્વભરમા ંનેત્રદિપક કામ થયુ છે. વેકસીન શોધવામાં પણ ભારતે સફળતાપૂર્વક કામ કરી લીધુ છે અને વેકસીનેશનનો કાર્યક્રમ પણ જોરશોરથી ચાલી રહ્યો છે. ભારત-ગુજરાત અને કચ્છમાં પાછલા અમુક દીવસોથી કોરોના કાબુમાં આવી રહ્ય હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે તે વાત નકારી શકાય જ નહી પરંતુ બીજીતરફ આ કોરોના બીમારી કચ્છ-ગુજરાતમાથી સદંતર જતી જ રહી છે તેમ માનવુ પણ ભુલ ભરેલુ જ બની રહેશે અને આવી બેવકુફી મોંઘી પુરવાર થવા પામી શકે તેવી લાલબત્તી પણ જાણકાર વર્ગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. કોરોના કાબુમાં છે અને રહે તે સૌ કોઈ ઈચ્છી રહ્યુ છે, અર્થતંત્રને બીજીતરફ ધબકતુ કરવુ પણ જરૂરી છે અને તેના ભાગરૂપે જ સરકાર પણ લોકશાહીના પર્વ ચુંટણીના ધમધમાટથી માંડી અને શાળાઓ શરૂ કરવા સુધીના હિમંતભર્યા નિર્ણયો લઈ રહી છે. આ તમામમાં કોરોનાની ગાઈડલાઈનને અનુસરવી કડક રખાઈ છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે, ચુંટણીઓનો જંગ જેમ જેમ જામી રહ્યો છે અને પ્રચાર ઝુંબેશ વેેગવાન બની રહી છે તેમ તેમ જાણે કે કોરોના ચાલ્યો જ ગયો હોય તેમ મેળાવડા, ટોળા, જાહેરસભાઓ થતી જોવાઈ રહી છે અને તેની આડઅસરના ભાગરૂપે કોરોના ફરીથી અનલોક થતો હોય તેમ દેખાવવા પામી ચૂકયુ છે.રાજયમાં ભાજપના જ પદાધિકારીઓ ખુદ ફરીથી કોરોનાની ઝપ્ટે ચડવા પામી રહ્યા છે અને તે પુરવાર કરે છે ચુંટણીઓ કોરોનાને પ્રોત્સાહન આપી જ રહ્યુ છે. આવામાં બીજીતરફ હવે શાળાઓ અને તે પણ પ્રાથમિક છથી આઠ સુધીના ધોરણો પણ શરૂ થઈ ચૂકયા છે એટલે કોરોનાનો વિસ્ફોટ થવાની પુરેપુરી શકયતાઓ સેવાઈ રહી છે આવા સમયે બીજીતરફ કચ્છમાં સરકારની સાથે કરાર બદ્વ કોવિદ કેર સેન્ટરો અથવા તો ખાનગી કોવિદ હોસ્પિટલો ગત ૩૧મી ડીસે.ર૦ર૦થી સરકારના પરિપત્ર-આદેશથી બંધ કરી દેવામા આવી છે. કોરોનાની હોસ્પિટલોના બેડ ખાલી પડયા છે, હવે આવી હોસ્પિટલની મદદની જરૂર નહી રહે તેમ માની અને કચ્છમાં પણ ભુજ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં જરૂરીયાત મંદથી લઈ અને મધ્યમવર્ગીય સુધીનાને માટે કોરોનાની બીમારીમાં આર્શીવાદરૂપ નીવડતી આવી ખાનગી હોસ્પિટલો બંધ કરી દેવામા આવી છે. પરંતુ સ્વરાજજંગની ચુટણીઓ અને શાળાઓ શરૂ કરવાનો નિર્ણય શરૂઆતી તબક્કે જ કોરોનાને વકરાવી દેવામાં પ્રોત્સાહક પુરવાર થઈ રહ્યો છે. ચુંટણીઓ દરમ્યાન રાજનેતાઓ અને શાળાઓ ખોલવાથી વિદાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપ્ટે ચડી રહ્યા હોવાના કિસ્સાઓ બહાર આવી ચૂકયા છે. હજુ તો એકાદ અઠવાડીયો જ થયો છે કે ચુંટણીજંગ શરૂ થયો અને શાળાઓ ખોલાઈ છે જયારે આ બન્ને ચરમતબક્કે આવશે એટલે કે ફુલફલેજમાં ધમધમી ઉઠશે તો કોરોના કેટલો વકરી જશે? આ બાબતનો પણ વિચાર કરવો જરૂરી બની ગયો છે.  હાલમાં ચુટણીઓ યોજાઈ રહી છે એટલે આંકડાઓ પણ બની શકે કે છુપાવવામા આવતા હોય..! આવા સમયે હકીકતમાં કચ્છમાં જે સખાવતી ખાનગી કોવિદ કેર એટલે કે કોરોનાની સરકાર સાથે કરારબદ્વ રાખીને જે ખાનગી હોસ્પિટલો ચાલુ હતી તેને બંધ કરવાનો નિર્ણય ઉતાવળીયો અને જોખમી પુરવાર ન થાય તે જોવુ હિતાવહ બની રહેશે. હજુ પણ મોડું નથી થયુ, કચ્છમા જે ખાનગી હોસ્પિટલોમાં સરકાર આધારિત કોરોનાની સારવાર બંધ કરી દેવાઈ છે તે પૈકીના જે કોઈ પણ ઈચ્છુક હેાય અને હજુય પણ તે સેવાને રાબેતામુજબ ચાલુ રાખવા ઈચ્છતા હોય તે પુનઃ શરૂ કરવી અથવા તો તેમના માળખાઓને પણ સ્ટેન્ડ બાય રાખવા બાબતે વિચારવુ સમયની માંગ બની રહી છે. કચ્છમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન ઘટી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોરોનાની સારવાર માટે નક્કી કરાયેલી ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો બંધ કરવામાં આવી રહી છે. હાલમાં આર્થિક પાટનગર ગાંધીધામમાં કોરોના દર્દીઓને સારવાર આપવા માટે એકમાત્ર રામબાગ હોસ્પિટલ કાર્યરત છે, જ્યારે તંત્ર દ્વારા અન્ય ખાનગી કોવિડ હોસ્પિટલો બંધ કરવામાં આવી છે. હવે શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલો દ્વારા પોતાની રીતે કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અગાઉ  આ હોસ્પિટલો તંત્રના અંકુશ હેઠળ કાર્યરત હતી. કોઈ દર્દી દાખલ થાય કે ડિસ્ચાર્જ તેની માહિતી તંત્રને આપવી પડતી. જોકે, હવે વહીવટી તંત્રનું અંકુશ હટી જતાં આ કોવિડ હોસ્પિટલો દ્વારા પોતાની રીતે દર્દીઓની સારવાર કરી નાણાં વસૂલાય છે. હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી દાખલ થાય ત્યારે તંત્રને જાણ કરાય છે. ગાંધીધામના આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે હાલમાં રામબાગ સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર અપાઈ રહી છે. જેમાં બે દર્દી દાખલ છે. તેમજ શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલો સ્ટર્લિંગ, સેન્ટ જોસેફ અને હરિઓમ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સ્વખર્ચે સારવાર અપાય છે. આ હોસ્પિટલોમાં હાલમાં પથી ૬ દર્દી સારવાર મેળવતા હોવાનું જણાવ્યું હતું. અગાઉ આ હોસ્પિટલો તંત્રના નિયમન હેઠળ હતી. બાદમાં તેઓને મુક્ત કરાયા બાદ હવે પોતાની રીતે તેઓ કોવિડ દર્દીઓને સારવાર આપે છે. આવી સ્થિતીએ જાણકારો કહી રહ્યા છે કે, કોરોના કદાચ વકરશે તો બધાયને ખાનગી હોસ્પિટલોની સ્વચ્છંદી મોઘીદાટ સેવા કદાચ પરવડશે નહી અને લોકો ઘરમાં જ દેશી ઉપાયો સાથે સારવાર કરતા વધી જશે. પરંતુ આ તમામ એક મર્યાદાની સ્થિતીમાં થઈ શકે તેમ છે. કોરોનાથી કેાઈ દર્દીની સ્થિતી વધુ વણસે તો તેને હોસ્પિટલમાં જ સારવાર લેવી પડતી હોય છે. ઓકસિજન ઉપરાંત સતત મોનીટરીંગ સહિતની સુવિધાઓ ઘરે તો ઉપલબ્ધ થઈ શકતી જ નથી. આવામાં વિચારવાની જરૂર છે કે, ડેજીગ્નેટેડ કોવિદ હેાસ્પિટલ જે કોઈ સ્વૈચ્છાએ ફરી શરૂ કરવા ઈચ્છી રહ્યા છે તેઓને આ સેવા ચાલુ રાખવાની તમામ સવલત સરકારે કરી આપવી જ ઘટે.

પૂર્વ કચ્છમાં સેન્ટ જોસેફ જેવી હોસ્પિટલની સેવા હતી આશિર્વાદરૂપઃ ત્વિરત કરાવો શરૂ 

આ પ્રકારની સેવાભાવી હોસ્પિટલોને ફરીથી કોવિડ કેર સારવારની તાત્કાલિક મંજુરી આપવી જોઈએ

ગાંધીધામ : કોરોનાની મહામારીમાં ગુજરાત-કચ્છના સરકારીતંત્ર દ્વારા લડાયેલ લડાઈ પ્રસંશનીય જ કહી શકાય તેમ છે. સરકારી માળખા અને આરોગ્ય વ્યવસ્થાને સૌ કોઈ જાણે છે કે આવી મહામારીમાં આભ ફાટયુ ને થીગડુ આડુ દેવા સમાન હતી પરંતુ સરકારની ટહેલ પર કઈક ખાનગી હોસ્પિટલો પણ કોવિદ કેરની સેવાની તત્પરતા સાથે સેવારત રહેલી હતી. પરંતુ સરકાર દ્વારા આ હોસ્પિટલોને ૩૧મી ડીસેમ્બરથી બંધ કરાઈ છે ત્યારે પૂર્વ કચ્છના વર્ગમાથી એવી પ્રબળ માંગ ઉઠી રહી છે કે, રામબાગ ઉપરાંત શહેર-સંકુલમાં કાર્યરત રહેલી ખાનગી કોવીદ કેર પૈકીના સેટ જોસેફ હોસ્પિટલમાં કોવિદ કેરની સેવા સરકારની સાથે કરારબદ્ધ રીતે ફરીથી વેળાસર ચાલુ કરવી જોઈએ. અહીના નિષ્ણાત તબીબો અને નર્સીગ સ્ટાફ સહિતની સેવા-સુવિધાઓ કેટલાકય મધ્યમવર્ગીય લોકેાને માટે આર્શીવાદરૂપ પુરવાર થવા પામતી હતી. દરેક લોકોને ખાનગી હોસ્પિટલનો ખર્ચ પરવડી ન શકે તેવામાં સરકાર ફરીથી જે હોસ્પિટલો કોવિદની સેવા સરકાર સાથે કરારબદ્ધ રહીને શરૂ કરવા ઈચ્છુક હોય તેવી સંસ્થાઓની આ સેવા ફરીથી શરૂ કરાવવી જોઈએ.