ભારતનો ઈંગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટમાં ઐતિહાસિક વિજયઃ સિરીઝ ૧-૧થી બરાબર

India's historic victory in the Chennai Test against England: the series is tied at 1-1

ભારતનો ઈંગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટમાં ઐતિહાસિક વિજયઃ સિરીઝ ૧-૧થી બરાબર

કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે ધોનીની બરાબરી કરી; અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૫ વિકેટ લીધી

(જી.એન.એસ.)ચેન્નઈ,ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે, ત્યારે ભારતીય ટીમે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારનો બદલો લીધો છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૩૧૭ રને હરાવી દીધું છે. આ સાથે ભારતીય ટીમે સિરીઝે ૧-૧ની બરાબરી કરી છે. ભારતીય ટીમના હીરો આર અશ્વિન રહ્યો હતો. તેણે મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી અને આ ટેસ્ટમાં તેણે સદી પણ ફટકારી હતી. અક્ષર પટેલે પણ આ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી. અશ્વિને પહેલી ઇંનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ૪૮૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૧૬૪ રનમાં ઓલઆઉટ થઈ હતી.  ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં પહેલી ઇંનિંગ્સમાં ૩૨૯ રન કર્યા હતા, જેમાં રોહિત શર્માએ ૧૬૧ રન કર્યા હતા. રોહિતની સાથે રહાણેએ ૬૭ અને પંતે ૫૮ રન કર્યા હતા. જ્યારે પહેલી ઇંનિંગ્સમાં ભારતીય બોલરો રંગ રાખતાં ૧૩૪ રન સુધી સીમિત કર્યા હતા. અશ્વિને પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી.ત્યાર બાદ બીજી ઇંનિંગ્સમાં ભારતે ૨૮૬ રન બનાવ્યા હતા, જેમાં અશ્વિનને સેન્ચુરી ફટકારી હતી. બીજી ઇંનિંગ્સમાં ઇંગ્લેન્ડ ૧૬૪ રનમાં ખખડ્યું હતું. આ ટેસ્ટ મેચમાં અશ્વિન અને અક્ષર પટેલે આઠ-આઠ વિકેટ લીધી હતી, જ્યારે રોહિત શર્માએ પણ શાનદાર સદી ફટકારી હતી. આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી અશ્વિન, અક્ષર પટેલ અને રોહિત શર્મા હીરો રહ્યા હતા. અક્ષર પટેલે આ મેચથી ટેસ્ટ સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું.

ભારતની ટેસ્ટમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત
૩૩૭ દૃજ સાઉથ આફ્રિકા, દિલ્હી ૨૦૧૫/૧૬
૩૨૧ દૃજ ન્યૂઝીલેન્ડ, ઇન્દોર ૨૦૧૬/૧૭
૩૨૦ દૃજ ઓસ્ટ્રેલિયા, મોહાલી ૨૦૦૮/૦૯
૩૧૮ દૃજ વેસ્ટ ઇન્ડિઝ, નોર્થ સાઉન્ડ ૨૦૧૯
૩૧૭ દૃજ ઇંગ્લેન્ડ, ચેન્નઈ ૨૦૨૦/૨૧ *
૩૦૪ દૃજ શ્રીલંકા, ગોલ ૨૦૧૭

ભારત માટે ડેબ્યુ પર એક ઇનિંગ્સમાં ૫ વિકેટ લેનાર સ્પિનર્સ
૫/૬૪ વીવી કુમાર દૃજ પાકિસ્તાન, દિલ્હી ૧૯૬૦/૬૧
૬/૧૦૩ દિલીપ દોશી દૃજ ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ ૧૯૭૯/૮૦
૮/૬૧ શ્ ૮/૭૫ નરેન્દ્ર હિરવાની દૃજ વેસ્ટ ઇન્ડિઝ, ચેન્નઈ ૧૯૮૭/૮૮
૫/૭૧ અમિત મિશ્રા દૃજ ઓસ્ટ્રેલિયા, મોહાલી ૨૦૦૮/૦૯
૬/૪૭ રવિચંદ્રન અશ્વિન દૃજ વેસ્ટ ઇન્ડિઝ, દિલ્હી ૨૦૧૧/૧૨
૫/૪૧ અક્ષર પટેલ દૃજ ઇંગ્લેન્ડ, ચેન્નઈ, ૨૦૨૦/૨૧*