ભલોટમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં  કોઈએ આગ લગાડતા ફરિયાદ

In a car parked near a house in Bhalot Someone complains of arson

ભલોટમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં  કોઈએ આગ લગાડતા ફરિયાદ

ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના ભલોટ ગામે ઘર પાસે પાર્ક કરાયેલી કારમાં કોઈએ આગ લગાડતા આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે. ભલોટમાં રહેતા અને અંજારના સવાસર નાકા પાસે મુરલીધર ટ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાન ધરાવતા દિલીપ બેચુભાઈ ચાવડા (આહિર) નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના ઘર પાસે પાર્ક કરેલી કાર નંબર જીજે.૧ર બી.આર. પ૦૧ર વાળી કાર બરાબર હતી. બાદમાં રાત્રીના ભાગે કાર નીચે ગોદડું રાખી સળગાવતા તેની કાર સળગી ગઈ હતી. કાર પર પાણીનો મારો ચાલુ કરતા આગ કાબુમાં આવી હતી. આ બનાવમાં રૂા. પ૦૦૦ની નુકશાની થઈ હતી. આગ કોણે લગાડી તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.