મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસમાં લગભગ ૨૯ ટકાનો વધારો થતા લોકોની ચિંતા વધી

In Maharashtra, the number of active cases has increased by about 29percent, raising concerns

મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસમાં લગભગ ૨૯ ટકાનો વધારો થતા લોકોની ચિંતા વધી

મુંબઈમાં કોવિડ મામલામાં ૩૭ ટકા વધારો થયો
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસમાં લગભગ ૨૯ ટકાનો વધારો 

(જી.એન.એસ.)મુંબઈ,રાજ્યમાં એક્ટિવ કેસમાં લગભગ ૨૯ ટકાનો વધારો થયો છે. ત્યારે અધિકારીઓએ ચેતવણી આપી છે. મંબઈ માટે આવનારા ૧૫ દિવસ ખુબ મહત્વપૂર્ણ રહેશે. મુંબઈ પ્રશાસને શહેરમાં કડકાઈ દર્શાવી છે. ત્યારે નાગપુરમાં પ્રતિબંધનો દોર પાછો આવી ગયો છે. અહીં હોટલોને ૫૦ ટકા ક્ષમતાથી ચલાવવાની પરવાનગી મળી છે. ત્યારે ૨૦થી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ડેટા અનુસાર ૧૨ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં ૩૧ હજાર ૪૭૯ એક્ટિવ કેસ હતા. આ આંકડા ગુરુવારે વધીને ૪૩ હજાર ૭૦૧ પર પહોંચ્યા છે. અગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર મુંબઈમાં કોવિડ મામલામાં ૩૭ ટકા વધારો થયો છે.શહેરમાં ૮૨૩ નવા દર્દી મળ્યા છે. આ આંકડો ડિસેમ્બર બાદ સૌથી વધારે છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩ લાખ ૧૭ હજાર ૩૧૦ દર્દી મળ્યા છે. ૧૧ હજાર ૪૩૫ લોકોના મોત થયા છે. તેમજ મુંબઈમાં ૧૮ ફેબ્રુઆરીએ ૭૩૬ નવા કેસ ૪ના મોત, ૧૭ ફેબ્રુઆરીએ ૭૨૧નવા કેસ ૩ નામોત, ૧૬ ફેબ્રુઆરીએ ૪૬૧ નવા કેસ૩  ના મોત, ૧૫ ફેબ્રુઆરીએ ૪૯૩ નવા કેસ  ૩ના મોત, ૧૪  ફેબ્રુઆરીએ ૬૪૫નવા કેસ  ૪ના મોત.મુંબઈમાં ૩.૧૬ લાખની ઉપર પહોંચી ગઈ છે. જ્યારે ૧૪,૩૨ લોકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ બીએમસીના અતિરિક્ત કમિશ્નર સુરેશ કકાનીએ કહ્યું કે અમે અંદાજો લગાવી રહ્યા છીએ કે આવનારા ૧૫ દિવસમાં મામલા વધી શકે છે. એટલા માટે શહેકમાં કોવિડ -૧૯માં વૃદ્ધિને સમજવા માટે આવનારા ૨ અઠવાડિયા જરુરી રહેશે. મુંબઈમાં ગત ૨ દિવસમાં ૭૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવાડિયાની શરુઆતમાં આ આંકડો ૫૦૦થી નીચે હતો.