દહીંસરામાં સગીરાની છેડતી મુદ્દે મામલો બિચકતા આજે ગામ બંધ

In Dahinsara, the village was closed today due to the issue of teasing Sagira

દહીંસરામાં સગીરાની છેડતી મુદ્દે મામલો બિચકતા આજે ગામ બંધ

બે પક્ષે છેડતી-એટ્રોસિટીની કલમ તળે ફરિયાદ દાખલઃ ઘટનાના વિરોધમાં લોકોએ બંધ પાળ્યો 

ભુજ : તાલુકાના દહીંસરા ગામે સગીરાની છેડતી મુદ્દે મામલો બિચકતા આજે ગામ બંધનું એલાન અપાયું હતું. મળતી વિગતો મુજબ સગીરા નાનીની દુકાને બેઠી હતી ત્યારે ગામનો દેવજી ડાહ્યાભાઈ મહેશ્વરી નામનો શખ્સ આવ્યો અને ઉધારમાં માલ આપવાનું જણાવ્યું હતું. જેથી સગીરાએ ના પાડતા આરોપીએ છેડતી કરી અન્ય ઈસમો રજાક જત, કલ્પેશ વેરસીભાઈ, કિશન દિનેશભાઈ, વિજય રવજીભાઈ સહિતનાને બોલાવી સગીરાને ગાળો આપી હતી જે મુદ્દે ફરિયાદ નોંધાયા બાદ આરોપી દેવજીએ મનસુખ ધનજી પીંડોરિયા, નાનજી ધનજી પીંડોરિયા, હિરેન મનસુખ પીંડોરિયા, કલ્યાણજી લાલજી લીંબાણી, કલ્પેશ કલ્યાણજી લીંબાણી વિરૂદ્ધ પ્રતિ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ દહીં લેવા મુદ્દે પૈસા બાબતે બોલાચાલી કરી પાવડાથી માર મારી જાતિ અપમાનીત કરતા એટ્રોસિટીની કલમ તળે ફરિયાદ નોંધાવાઈ હતી. બન્ને પક્ષના ૧૦ જણા સામે છેડતી એટ્રોસિટી સહિતની કમલો તળે ગુનો નોંધાતા ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે આજે ગામ સ્વયંભુ બંધ રહ્યું હતું. ગામના સરપંચ વિરમભાઈ રબારીએ જણાવ્યું કે, આજે સવારથી ગામમાં લોકોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો છે. દરમિયાન લેવા પટેલ સમાજ દ્વારા બનાવને વખોડાયો હતો. એટ્રોસિટીના કાયદાને હાથો બનાવવા મુદ્દે પટેલ ચોવીસીમાં કચવાટ ફેલાયો છે.