ઈમરાન હાશ્મીએ ફિલ્મ ’ચેહરે’નું પોસ્ટર શૅર કરીને રિલીઝ ડેટ જાહેર કરી

Imran Hashmi shared the poster of the movie 'Chehre' and announced the release date

ઈમરાન હાશ્મીએ ફિલ્મ ’ચેહરે’નું પોસ્ટર શૅર કરીને રિલીઝ ડેટ જાહેર કરી

(જી.એન.એસ.)મુંબઈ,હાલમાં જ ઈમરાન હાશ્મીએ ફિલ્મ ’ચેહરે’નું પોસ્ટર શૅર કરીને રિલીઝ ડેટ જાહેર કરી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી લીડ રોલમાં છે. આ ફિલ્મ ૩૦ એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને આનંદ પંડિત તથા પ્રોડ્યુસર વૈશલ શાહ (ગુજરાતી ફિલ્મ ’છેલ્લો દિવસ’ ફૅમ)એ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મને રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે. ઈમરાને શૅર કરેલાં પોસ્ટરમાં અમિતાભ, ઈમરાન એકદમ ગંભીર મુદ્રામાં જોવા મળે છે.જ્યારે તેમની આસપાસ ક્રિસ્ટલ ડિસોઝા, અન્નુ કપૂર, ધૃતિમાન ચેટર્જી તથા રઘુવીર યાદવ છે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે. જોકે, ઈમરાને શૅર કરેલાં પોસ્ટરમાં રિયા દેખાતી નથી. આટલું જ નહીં ઈમરાને ફિલ્મના કલાકારોને પોતાની પોસ્ટમાં ટૅગ પણ કર્યા છે, આમાં પણ રિયાનું નામ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈ, ૨૦૧૯માં રિયાએ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો.