કોંગ્રેસને જીતાડવા હનીફબાવા પઢિયારે અબડાસામા ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો

Hanifbawa Padhiar started his election tour in Abadsa to win the Congress

કોંગ્રેસને જીતાડવા હનીફબાવા પઢિયારે અબડાસામા ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો

કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા કરી અપીલ 

નલિયા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અબડાસા તાલુકામાં  જિલ્લા અને તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા શરૂઆતથી જ કોંગ્રેસના કદાવર નેતા હનીફબાવા પઢિયાર ગામેગામ જઈ ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે.જે અંતર્ગત આજે તેઓએ મોથાળા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર માવજી મહેશ્વરી તથા  ડુમરા સીટના કોંગ્રેસના ઉમેદવાર જાફર હારૂન સુરંગીને જીતાડવા સાંધાણ ગામે સભા યોજી હતી જ્યાં એમની સાથે મોથાળા જિલ્લા પંચાયતના ઉમેદવાર માવજી મહેશ્વરી, તાલુકા પંચાયત ડુમરા સીટના ઉમેદવાર જાફર હારૂન સુરંગી, યુસુફશા સૈયદ (મોથાળા), સાલે મોહંમદ પઢિયાર, દાઉદ પઢિયાર સહિતના આગેવાનો જોડાયા હતા. ઉમેદવારો અને આગેવાનોને મોટી સંખ્યામાં હાજર રહેલ ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓએ મોથાળા જિલ્લા પંચાયતના ઉમેદવાર માવજી મહેશ્વરી, વરાડીયા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર હાજી અબ્દુલ કરીમ જાકબબાવાને જીતાડવા, અમરાવાઢ, વાંકું, સાયરા, વરાડીયા, ધનાવાડા આરીખાણા ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં એમની સાથે પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહિમભાઇ મંધરા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી રામદેવસિહ જાડેજા, ઉમેદવારો માવજીભાઇ મહેશ્વરી, અબ્દુલ કરીમ પઢિયાર,  સાલેમોહંમદભાઇ 
પઢિયાર, ઇકબાલભાઇ મંધરા, રાણુભા જાડેજા, યુસુફશા સૈયદ (મોથાળા), નૂરમામધ હિગોરા, જકરીયા હિગોરા, ઇસ્માઇલભાઇ મંધરા, હાજી જાકબબાવા, અબડાસા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અબ્દુલ ગજણ સહિતના આગેવાનો જોડાયા હતા. હનીફબાવા પઢિયારે વાયોર સીટના જિલ્લા પંચાયતના ઉમેદવાર સૈયદ તકીશા બાપુ અને રામપર તાલુકા સીટના ઉમેદવાર હાજી ઉરસ કાઠબાભણને જીતાડવા રામપર-અબડા ગામની મુલાકાત લીધી હતી આ જેમાં તેમની સાથે જામભા સોઢા, ઈબ્રાહિમશા સૈયદ,  હાજી ઓસમાણ કેર, સાલે મોહંમદ પઢિયાર, સહિતના આગેવાનો જોડાયા હતા જેમને મોટી સંખ્યામાં હાજર રહેલ રામપર અબડા ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. ત્યાર બાદ હનીફબાવા 
પઢિયારે નલિયા-રના ઉમેદવાર મનજી મહેશ્વરીને જીતાડવા નલિયા ખાતે પોતાની ઓફિસે લોકસંપર્કનુ આયોજન કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે હનીફબાવા પઢિયારના નેતૃત્વમાં અબડાસામાં કોંગ્રેસને ભારે સમર્થન મળી રહ્યું છેે. અબડાસામાં હનીફબાવા કોંગ્રેસ તરફી ઉતારતા અન્ય પાર્ટીને કપરા ચઢાણ ચડવા પડશે તેવું લોકો જણાવી રહ્યા છે.