ક્રાઈમ કોર્નર

Crime Corner

ક્રાઈમ કોર્નર

કિડાણા પાસે માર્ગ અકસ્માતમાં આધેડનું મોત

ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના કિડાણા બોલરો હડફેટે બાઈક ચાલક આધેડનું મોત નીપજ્યું હતું. મુંદરાના ભદ્રેશ્વર મધ્યે રહેતા કિરીટસિં દોલતસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કિડાણા સોસાયટી ભૂકંપનગરમાં રહેતા અને કાસેઝમાં આવેલી હિન્દુસ્તાન લીવર કંપનીમાં નોકરી કરતા ૪૭ વર્ષિય મનોહરસિંહ દોલતસિંહ જાડેજા  નોકરી પૂર્ણ કરી ઘરે જતા હતા ત્યારે કિડાણા નજીક પુરપાટે આવતી પીકઅપ ગાડીએ તેમને અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ તેમને સારવાર માટે રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાપરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પકડાયો

રાપર : રાપરમાંથી ૧૪ વર્ષિય સગીરાનું અપહરણ કરનાર આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો. રાપરમાંથી ૧૪ વર્ષની સગીરાનું દેવજી હમીર કોલી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી હતી. આરોપીને કંથકોટની સીમમાંથી ભોગ બનનાર સાથે પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.

ગાંધીધામ સેકટર-૧માં સ્કોર્પિયોમાંથી રૂપિયા ૧.૬પ લાખનો દારૂ-બિયર પકડાયો

ગાંધીધામ : ગાંધીધામ સેકટર-૧માં ઉભેલી સ્કોર્પિયોમાંથી રૂપિયા ૧.૬પ લાખનો દારૂ-બિયર ઝડપાયો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે ઓટો લીંક બિલ્ડીંગ સામે ઉભેલી સ્કોર્પિયોની તલાસી લેતા તેમાંથી રૂા.૧,પ૧,૦૮૦ની કિંમતના દારૂની બોટલ ૪ર૦ અને રૂા.૧૪,૪૦૦ની કિંમતના બિયરના ૧૪૪ ટીન મળી કુલ રૂા.૧,૬પ,૪૮૦ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો પોલીસે પકી પાડ્યો હતો. પોલીસે રૂ. ત્રણ લાખની ગાડી સહિત કુલ રૂપિયા ૪,૬પ,૪૦નો મુદ્દામાલ કબ્જે કરી સ્કોર્પિયોના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.