મતદાન મથક પર મતદારોએ યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામું જારી કરાયું

A notification was issued by the voters at the polling station to maintain proper arrangements

મતદાન મથક પર મતદારોએ યોગ્ય  વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામું જારી કરાયું

રાજય ચુંટણી આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ની તારીખો જાહેર થયેલ છે. તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ મતદાન થનાર છે. જે મુજબ તા.૨૩/૦૧/૨૦૨૧થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જે અનુસંધાને જાહેરનામા બહાર પાડવા માટે સચિવશ્રી, રાજય ચુંટણી આયોગ, ગાંધીનગર તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેથી પ્રવિણા ડી.કે.,આઇ.એ.એસ. જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ – ભુજ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, સમગ્ર કચ્છ જિલ્લામાં મતદારોએ મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પર એક જ કતારમાં એક પછી એક ઉભા રહેવાનું રહેશે અને જે મતદાન મથકમાં મહિલા મતદારો માટે અલગ કતાર હોય તો તેઓ તે મુજબ અલગ અલગ કતારમાં ઉભા રહેવાનું રહેશે. આ અંગે કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. મતદારો એક પછી એક એમ વારા-ફરતી મત આપવા મતદાન મથકમાં જશે. અને એક પુરૂષ મતદાર પછી એક સ્ત્રી મતદાર મત આપવા મતદાન મથકમાં જશે. પોતાનો મત આપ્યા પછી મતદાર તુરત જ મતદાન મથકનો વિસ્તાર છોડી ચાલ્યા જવાનું રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/-નો દંડ અથવા બન્ને સજા થઈ શક્શે.