કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કોવીડ રસીકરણની ટાસ્ક ફોર્સ કમિટિની બેઠક યોજાઇ

A meeting of the Task Force Committee on Covid Vaccination was held under the chairmanship of the Collector

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કોવીડ રસીકરણની ટાસ્ક ફોર્સ કમિટિની બેઠક યોજાઇ

કોવિડ રસીકરણ અંગેની જીલ્‍લા કક્ષાની ટાસ્‍ક ફોર્સ કમિટીની મીટીંગ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ના અધ્‍યક્ષ સ્‍થાને તા.૨૨/૦૨/૨૦૨૧ ના યોજાઈ હતી. ટાસ્‍ક ફોર્સ કમિટીની મીટીંગમાં કોવીડ-૧૯ રસીકરણ થયેલ કામગીરી અંતગર્ત પ્રથમ તબકકામાં હેલ્‍થ કેર વર્કરોને  ૯૭ %, બીજા તબકકામાં ફ્રન્‍ટલાઈન વર્કરોને ૮૭.૦૭ % કામગીરી કરવામાં આવેલ, ફ્રન્‍ટ લાઈન વર્કર ડિપાર્ટમેન્‍ટ મુજબ (1)MHA  ડિપાર્ટમેન્‍ટ ૮૩.૦૯ %, (2)MOHUA  ડિપાર્ટમેન્‍ટ ૯૫ %, (3)PRI  ડિપાર્ટમેન્‍ટ ૯૨.૧ %, (4) Revenue ડિપાર્ટમેન્‍ટ ૯૫.૦૧ %, (5) RPF  ડિપાર્ટમેન્‍ટ ૭૨.૫ % રસીકરણની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.માઢકે જણાવ્યું હતું કે,   એરફોર્સ ભુજ, નલીયા તેમજ આર્મી સ્‍ટેશનના જવાનોનું પ્રથમ ડોઝ માટે રસીકરણ શરૂ કરવામાં આવેલ. હેલ્‍થ કેર વર્કરને બીજો ડોઝ આપવાની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં હાલ સુધીમાં ૨૭ % આવરી લેવામાં આવેલ છે. બાકીની કામગીરી માર્ચ સુધીમાં આવરી લેવામાં આવશે. જીલ્‍લાની કોવિડ રસીકરણ કામગીરીમાં કોઇ ગંભીર આડઅસર થવા પામેલ નથી, તેમજ રસીકરણ માટેની વેકસીનનો જથ્‍થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ છે. માર્ચના અંદાજીત પ્રથમ અઠવાડિયા થી ૫૦ વર્ષથી વધુ વયના ૨,૧૮,પ૬૩ તેમજ ગંભીર રોગો ધરાવતા પ૦ વર્ષથી નાની વયના ૧૨,૫૦૪ આમ કુલ ર,૩૧,૦૬૭ લોકોને કોવીડ રસીકરણ પ્રથમ ડોઝનું સંભવિત આયોજન કરવામાં આવેલ છે. સઘન મિશન ઈન્‍દ્ર ધનુષ સપ્‍તાહ બે રાઉન્ડ અંતર્ગત પ્રથમ રાઉન્ડ રર ફેબ્રુઆરીથી પ્રથમ રાઉન્‍ડમાં ૦ થી ર વર્ષના અરક્ષિત બાળકો તેમજ સર્ગભા માતાઓને રસીકરણ કરવાની કામગીરી શરૂ થયેલ છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે અરક્ષિત બાળકો તેમજ સર્ગભા માતાઓને નજીકના રસીકરણના સેન્‍ટર પર જઈ રસીકરણ કરાવવું, જેથી સમાજમાં રસીથી અટકાવી શકાતા ઘાતક રોગોનું પ્રમાણ ઘટાડી શકાય જેથી માતા અને બાળ મરણ ઘડાડી શકાય. બીજો રાઉન્ડ રર માર્ચથી શરૂ થનાર છે. એજન્‍ડાની કાર્યવાહી પૂર્ણ થતાં સર્વનું સી.ડી.એચ.ઓ દ્રારા આભારમાની ચેરમેનશ્રીની અનુમતીથી મીટીંગ પૂર્ણ થતા જાહેર કરવામાં આવી હતી. મીટીંગમાં કલેકટરશ્રી ચેરમેન, જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, વાઈસ ચેરમેન, મેમ્‍બર સેક્રેટરીશ્રી મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી, તેમજ મુખ્‍ય જીલ્‍લા તબીબી અધિકારીશ્રી સહ સીવીલ સર્જન શ્રી કશ્યપ બુચ, જીલ્‍લા આર.સી.એચ.અધિકારીશ્રી, આર્મીના પ્રતિનીધિશ્રી, જીલ્‍લા સર્વેલન્‍સ ઓફીસરશ્રી, પ્રોગ્રામ ઓફીસરશ્રી આઈસીડીએસ, વીસીસીએમ ઈ-વીન આ મીટીંગમાં હાજર રહયા હતા.