આણંદના રાસનોલમાં પરિવારના ૩ સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

3 members of a family commit mass suicide in Rasnol, Anand

આણંદના રાસનોલમાં પરિવારના ૩ સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

(જી.એન.એસ.)આણંદ,ગુજરાતમાં આજે વધુ એક સામુહિક આપઘાતના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદના રાસનોલમાં એક પરિવારે સામુહિક આપઘાત કરવા માટે ગળેફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામે છે. સામુહિક આપઘાતના આ કિસ્સામાં પરિવારનાં બે સભ્યોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. આ મામલે ખંભોળજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ આત્મહત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.