ભુજના માધાપર હાઈવે પર બે જૂથો વચ્ચે મારામારીમાં ૩ ઘવાયા

3 injured in a fight between two groups on Bhuj's Madhapar highway

ભુજના માધાપર હાઈવે પર બે જૂથો વચ્ચે મારામારીમાં ૩ ઘવાયા

ભુજ : શહેરના માધાપર હાઈવે ઉપર જીઆઈડીસી નજીક બે જૂથો વચ્ચે મારામારી થતા ૩ જણને ઈજાઓ પહોંચતા ભુજની જી.કે. હાસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.  પ્રાપ્ત વિગતો મુજબ માધાપર હાઈવે પર મેલડી માતાજીના મંદિર પાસે મારામારીની ઘટના બની હતી જેમાં ફરિયાદી રમેશ હરજી મહેશ્વરી (ઉ.વ. ૩૪) (રહે. સંત રોહિદાસનગર, ભુજ) જ્યારે ગેસનો બાટલો લેવા જતો હતો ત્યારે ત્યાં હાજર રમેશ બાબુ મહેશ્વરી, પરેશ બાબુ મહેશ્વરી, હિરો તથા ધનજી આ ચારેય જણાએ ભેગા મળીને રીક્ષામાં તોડફોડ કરી ફરિયાદીને માર માર્યો હતો. તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ ખસેડાયા છે તો સામા પક્ષે રમેશ બાબુ મહેશ્વરી (ઉ.વ. ૩પ) તથા ધરમશી કારા મહેશ્વરી (ઉ.વ. ૩૦) (રહે. બન્ને મતિયા કલોની, માધાપર) જ્યારે એક્ટિવાથી જતા હતા ત્યારે જીજે૧ર-૪૩૦૦ના છકડા ચાલક રમેશ હરજી મહેશ્વરી ઉર્ફે રીંગણો તથા તેની સાથે હાસમ હુશેન નોડેએ એક્ટિવાને ટક્કર મારી ફરિયાદી ઉપર છકડો ચડાવવાની કોશિશ કરી હતી. તથા ફરિયાદી પાસે રહેલ રૂા.ર૩૦૦ રોકડા લઈને માર મારવામાં આવ્યો હતો. બન્નેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેે ભુજ બી-ડિવિઝન પોલીસે હોસ્પિટલ ચોકીએ બન્ને પક્ષોએ નોંધાવેલી કેફિયતને આધારે તપાસ હાથ ધરી છે