૮ ચોરાઉ બાઈક સાથે નવી દુધઈના શખ્સની ધરપકડ

 

અંજાર : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બાઈક ચોરીની ઘટનાઓને અંજામ આપનાર નવી દુધઈના શખ્સની પોલીસે ૮ બાઈક સાથે ધરપકડ કરી હતી. પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવીને મૂળ ભીમાસરના અને હાલ અંજારના નવી દુધઈમાં રહેતા આરોપી ધનજી કારા મલ્લુ કોળીને ભુજાેડી ફાટક નજીકથી નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમાં ટુવ્હીલર વાહનોની ચોરીનું મોટું કારસ્તાન ખુલ્યું હતું અને આરોપીના કબ્જામાંથી પોલીસે ૮ બાઈક કબ્જે કર્યા હતા. આરોપી ચાવી વડે લોક ખોલીને ગાડી ડાયરેકટ કરીને ચોરી કરતો હતો. તે ઉપરાંત તેની મોડસ ઓપરેન્ડીમાં તે સ્પલેન્ડર બાઈકની જ ચોરી કરતો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ એસ.જે. રાણા, પીએસઆઈ એચ.એમ. ગોહિલ સહિતનો સ્ટાફ જાેડાયો હતો.