૬૨૦ કિશોરીઓએ “વેસ્ટમાંથી બેસ્ટ” બનાવવા અંગેની હરીફાઈથી “પૂર્ણા દિવસ” ની ઉજવણી કરાઈ

ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧૧ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી આંગણવાડી કક્ષાએ  વિવિધ હરીફાઈ દ્વારા કિશોરીઓ પ્રવુત રહે તથા આરોગ્ય અને પોષણના સંદેશાઓ કિશોરીઓ સુધી પહોચાડી શકાય તે માટે વર્ષ ૨૦૨૧–૨૨ નું કેલેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે આજ રોજ તા. ૨૫/૦૫/૨૦૨૧ ના શ્રી જીલ્લા પ્રોગ્રામ ઓફિસર  તથા સી.ડી.પી.ઓ. શ્રી ભુજ ઘટક – ૩ ના માર્ગદર્શન મુજબ “પૂર્ણા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજ રોજ આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક – ૩ના મુખ્યસેવીકાશ્રી તથા આંગણવાડી કાર્યકરો દ્વારા ૧૧ થી ૧૮ વર્ષની અંદાજીત ૬૨૦ કિશોરીઓને “વેસ્ટમાંથી બેસ્ટ” બનાવવા અંગેની હરીફાઈ યોજવામાં હતી. જેમાં પ્રથમ ૧ થી ૪ નંબર મેળવનાર કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું તેમજ કિશોરીઓને વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા જેમાં કિશોરીઓને અસરકારક ગૃહ વ્યવસ્થા શીખવવી, ઘરનું બજેટ બનાવવું, બચતનું મહત્વ સમજાવેલ તથા બિન જરૂરી ખર્ચ કેવી રીતે ઘટાડવા જેવી સમજ આપવામાં આવેલ છે તેવું જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જણાવ્યું છે.