૫-જી ટેકનોલોજી, એરટેલ – રિલાયન્સ – વોડાફોનને ટ્રાયલ માટે મંજુરી

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કેન્દ્ર સરકારે ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ અને વોડાફોનને ૫જી ટ્રાયલ છ મહિના માટે શરૂ કરવાની અનુમતિ આપી છે. એ માટે તેઓ ચીન સિવાયના દેશોની કંપનીઓનો સહયોગ લઇ શકાશે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમ્યુનિકેશને મંગળવારે કહ્યું હતું.’આ ટીએસપીએ ઓરીજીનલ એકવીપમેન્ટ ઉત્પાદકો અને ટેકનોલોજી પ્રોવાઇડર્સ સાથે કરાર કર્યા છે જેમાં એરિકસન, નોકિયા, સેમસંગ અને સી- ડોટનો સમાવેશ થાય છે. રિલાયન્સ જીઓ પોતાની ટેકનોલોજીનો વપરાશ કરશે એમ જાહેરાતમાં કહેવાયું હતું. હુવૈ અને ઝેડટીઈ એ બે ચીની કંપનીઓ આ યાદીમાં નથી.૫જી ટેકનોલોજીની ટ્રાયલ માટે જે બેન્ડવિડ્‌થ આપવામાં આવશે તેમાં મીડ-બેન્ડ, મીલીમીટર વેવ બેન્ડ અને ૭૦૦ જીએચઝેડ હશે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ તેમના પોતાના સ્પેકટ્રમનો વપરાશ કરી શકશે એમ સરકારી નિવેદને કહ્યું હતું.ટેલિકોમ કંપનીઓને સ્થાનિક ૫જીઆઇ ટેકનોલોજીના વપરાશ માટે ઉત્સાહિત કરવામાં આવી છે. ૫જીઆઇ જાણીતી ટેકનોલોજી પણ તેઓ ઉપયોગમાં લઇ શકશે.જો કે સરકારે આ સાથે કેટલીક શરતો મૂકી છે. કંપનીઓએ ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં ટેસ્ટિગ કરવું પડશે. નેટવર્કની સલામતી પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. ટ્રાયલ માટે અપાયેલા એરવેવ્ઝને કમર્શિયલ હેતુ માટે વાપરી શકાશે નહિ. જો આ શરતનો ભંગ થાય તો તેના ગંભીર પરિણામ આવી શકે એવી ચેતવણી આપવામાં આવી છે. ટ્રાયલમાં જે ડેટા ઉત્પન્ન થાય તેને ભારતમાં જ સ્ટોર કરવા પડશે.