૩૦ એપ્રિલ સુધી રાત્રે ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં સરકાર દ્વારા નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાત્રે ૧૦થી સવારના ૫ વાગ્યા સુધી દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. દિલ્હી સરકાર દ્વારા આ આદેશ તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નાઈટ કર્ફ્યૂનો નિર્ણય ૩૦મી એપ્રિલ સુધી લાગુ રહેશે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન અનુસાર ટ્રાફિક મૂવમેન્ટમાં જે લોકોને વેક્સિન લેવા જવું હોય તો જઈ શકાશે પણ તેમણે ઇ-પાસની જરૂર પડશે. રૅશન, કિરાણા, ફળ-શાકભાજી, દૂધ-દવા સાથે જોડાયેલા લોકોએ પણ ઇ-પાસની જરૂર પડશે. આ સિવાય પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ પણ ઇપાસની મદદથી મૂવમેન્ટની મંજૂરી આપવામાં આવશે તથા આઈડી કાર્ડની મદદથી પેરામેડિકલ સ્ટાફના લોકોએ છૂટ રહેશે. ગર્ભવતી મહિલાઓ તથા સારવાર માટે જઈ રહેલા દર્દીઓને પણ છૂટ આપવામાં આવી છે.દિલ્હીમાં કોરોના વાયરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં દિલ્હીમાં ૩૫૦૦ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં પાંચમી એપ્રિલે કોરોના વાયરસના ૩૫૪૮ કેસ સામે આવ્યા છે જ્યારે ૧૫ના મોત થાય છે. હાલમાં દિલ્હીમાં ૧૪, ૫૮૯ એક્ટિવ કેસ છે.