૧૦માં બોર્ડની પ્રેકટીકલ પરીક્ષા ગુજરાતમાં મોકુફ

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો ફુંફાડો સતત વધવા પામી રહ્યો છે દરમ્યાન જ હવે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પણ કોરોનાને જોતા નિર્ણય લેવામા આવ્યો છે. આ અંગે જાણવા મળતી માહીતી અનુસાર ધો.૧૦ બોર્ડની પ્રેકટીકલ પરીક્ષા ગુજરાતમાં મોકુફ રાખવામા આવી છે. આવતીકાલથી આ પરીક્ષા શરૂ થનાર હતી પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને પત્ર લખીને તેને મોકુફ રાખવાની જાણ કરી દેવાઈ છે. એસએસસી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ત્રણ દીવસમાં આ પરીક્ષાઓ લેવાનો આદેશ આપી દેવામા આવ્યો છે. શાળાકિય સૈદ્વાંતિક અને પ્રાયોગીક પરીક્ષા લઈ શકાશે પણ પ્રેકટીકલ પરીક્ષા હાલતુરંત મોકુફ રાખવામ આવી છે.