હોળી-ધુળેટીના પર્વમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા એસપીનો અનુરોધ

0
24

ભુજ : આવતીકાલે રવિવાર અને સોમવારે હોળી – ધુળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને ધ્યાને રાખી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં જાહેરમાં ધુળેટી પર્વની ઉજવણી ન કરવા પોલીસ વડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ વડા સૌરભસિંગે જણાવ્યું કે, હોળીના દિવસે કોવિડ નિયમોનું પાલન કરી હોલિકા દહનનુું પર્વ ઉજવવું જ્યારે ધુળેટીના દિવસે જાહેરમાં રંગો ઉડાડી તહેવારની ઉજવણી કરવી નહીં. ગુજરાત સરકારના જાહેરનામા અનુસંધાને આ નિયમો અમલી બનાવાયા છે. લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.