હોળી-ધુળેટીના આંચકાએ હાજરી પુરાવી

ભુજ : હોળી-ધુળેટીના પર્વમાં સુર્યનારાયણ ગરમીથી દરેક જણ અકળાઈ ગયા હતા, ત્યારે આંચકાએ પણ હાજરી પુરાવી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રિએ ૯ઃ૧૬ના અંજાર તાલુકાના દુધઈમાં ર.૮ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અહીંથી ૧ર કિ.મી. દૂર દક્ષિણ દીશા તરફ નોંધાયો હતો તો સોમવારના ધુળેટીના દિવસે વહેલી સવારે પઃ૪૭ કલાકે ભચાઉના ૧.૯ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જે ભચાઉથી ૧૩ કિ.મી. દૂર પશ્ચિમ દિશાએ નોંધાયો હતો તો રવિવારે ૮ઃ૧૮ કલાકે રાપરમાં આંચકો અનુભવાયો હતો. તહેવારના દિવસોમાં આંચકાએ ગરમીની સાથે હાજરી પુરાવતા લોકોમાં ચિંતા પ્રસરી હતી.