• ઓક્સિજન મુદ્દે કચ્છનું તંત્ર-પ્રજા દાખવે વધુ વિવેક!

કોરોનાએ ભારતમાં વર્તમાન સમયે હાહાકાર મચાવી દીધુ છે. ગુજરાત અને કચ્છમાં પણ મહામારીનો કોહરામ વર્તાઈ રહ્યો છે. કચ્છમાં પણ પાછલા એકાદ પખવાડીયાથી તંત્ર તમામ વ્યવસ્થાઓ કરી રહ્યુ છે, દવા, ઓકિસજન, બેડ, ઈન્જેકશનો પુરા પાડી રહ્યા છે છતા પણ ઘટ્ટ-અછત-હાઉસફુલની સ્થિતી સર્વત્ર જોવાઈ રહી છે. કચ્છની સૌથી મોટી એવી જી.કે.જનરલ હોસ્પિટલમાં પણ ગત રોજ મેઈન ગેટ બંધ કરી દેવાની નોબત આવી ગઈ છે. શા માટે આમ થાય છે? કયાં સંકલનનો અભાવ દેખાય છે? સહિતની પીંજણો હવે બહુ થઈ ગઈ, તેની પડોજણમાં પડયા વિના હકીકતમાં હવે કચ્છના વહીવટીતંત્ર અને આમકચ્છીપ્રજાએ ખુદ વધારે વિવેકભાન દર્શાવવાનો સમય પાકી ગયો છે. એનો અર્થ એ નથી કે, બન્નેએ અત્યાર સુધી સમજણ નથી દાખવી. કચ્છીજનો આવી પીડાઓમાથી હમેશા હામભેર બેઠા થયા છે, હવે સૌ સાથે મળીને ફરીથી વધુ એક વખત સહિયારી લડાઈ લડવાની તૈયારીઓ આદરે. કોરોનાની મહામારીને ત્રીજા વિશ્વયુદ્ધથી ઓછુ ન ગણી શકાય. જે રીતે પ્રથમ બે વિશ્વયુદ્ધમાં સૈન્ય લડયા અને મ્હાત આપી તેમ

HRCT ‌ ટેસ્ટ સરકારના કોરોનાના ક્રાઈટેરીયામાં માન્ય જ નથી, તો પછી તેના વધારે સ્કોરના આધારે સરકારી-ખાનગી હોસ્પિટલોમાં પૈસાદાર-વગદાર લોકો ઓટુ બેડ રાખી લેવાનું વલણ ત્યજે : જરૂર પડે તો હોમઆઈસોલેશન અથવા કોવિડ આઈસોલેશન સેન્ટરનો કરો વધુ ઉપયોગ : ક્લિનીકલ રિપોર્ટ નહીં પણ ICMRના ધારાધોરણો અનુસાર જ દર્દીઓને કરો દાખલ

કોરોનાને જો હરાવવુ હશે તો હવે અમપ્રજાજનો-લોકોએ જ જાગૃતીના વિવિધ શસ્તો આ મહામારીને માત આપવા ઉઠાવવા જ રહ્યા.આ બાબતે હકીકતમાં કચ્છના વહીવટીતંત્ર તથા આમપ્રજાજનોએ પણ હવે આગળ આવવુ પડશે અને સાચુ વિવેકભાન દેખાડવુ જ પડશે. સ્થિતી નાજુકથી નાજુક બની રહી છે તેના મુળમાં વાસ્તવિકતાને જોઈએ તો વધુ પડતી ગભરાટ હોય તેમ વિશેષ દેખાવવા પામી રહ્યુ છે. તબીબી માળખાઓને એક પછી એક વિકસાવવાની દીશામાં યુદ્ધના ધોરણો કામો થવા પામી રહ્યા છે તેમ છતા પણ પથારીઓ, ઓકિસજન અને રેમડેસીવરની ઘટ્ટની બૂમરાડ દિવસાદિવસ વધતી જોવાઈ રહી છે.હકીકતમાં કચ્છમાં પણ જે રીતે ગત રોજ સિવિલ હોસ્પિટલના ગેટ બંધ કરી દેવાની નોબત આવી જવા પામી છે તે સ્થિતી ગંભીર અને નાજુક જ માનવી રહી. આવી સ્થિતીમાં આગ લાગે ત્યારે કુવો ખોદવાની સ્થીતીના બદલે કચ્છનુ વહીવટીતંત્ર, જાહેરજીવન, સામાજિક સંસ્થાઓ , દર્દીઓ, દર્દીઓના સગાવ્હાલા, સૌ કોઈએ હેન્ડલ વીથ કેરના સુત્રને અનુસરવુ પડશે. તંત્ર કદાચ અતિ કડક બનીને કોઈ નીર્ણયો લેશે તો તે સારા હશે તો પણ પ્રજા પર તેની અવડી અસર વર્તાતી જ રહેશે અને પ્રજાજનો પણ રોષ-ગુસ્સા અને સંવેદનના અતિરેકથી તંત્ર કે તબીબી જગત પર આક્રોશ ઠાલવશે તો તેનાથી પણ મનોબળ કામ કરનારા ભાંગી જ શકે તેમ છે. તેઓ પણ હયાત સાધનો અને સગવડોની વચ્ચે જીવના જોખમે સેવા કરી રહ્યા છે.

રાજયના સિનિયર IAS અધિકારી જે.પી.ગુપ્તા સાહેબ ઓ-ટુ બેડ-ઓકિસજનવાળા દર્દીઓના સ્ક્રિનિંગ માટેની ત્રણ અધિકારીઓ-સભ્યોની બનાવે ટીમ : ૧ ફીઝિશીયન ડોકટર ર. આઈએએસ અધિકારી ૩. આરોગ્ય વિભાગના વહીવટી અધિકારીનો કરો ટીમમાં સમાવેશ : યોગ્ય સ્ક્રીનીંગ બાદ જ સરકારી હોસ્પિટલમાં ઓ-ટુ બેડ પર દર્દીઓ મુકો

આવી નાજુક સ્થિતી વધુ વકરે નહી તે માટે સૌ કોઈ સંકલન કરે, પરસ્પર સહકાર વધારે અને દીર્ઘદ્રષ્ટી રાખીને નિર્ણયો લે તે ખુબ જ જરૂરી બની ગયુ છે. વાત કરીએ સૌ પ્રથમ કચ્છના તંત્રની તો જિલ્લાના તંત્રએ હાલમાં ઓટુ બેડની જયાં સુધી પુરતી વ્યવસ્થાઓ ન હોવાનુ ચિત્ર ઉપસે છે ત્યાં સુધી એક વ્યવસ્થિત ચોકકસ ટીમ બનાવવાની જરૂર છે જેઓ દર્દીને હકીકતમાં ઓકિસજનવાળા બેડની જરૂરીયાત છે કે નહી, તેનુ ચોકકસ સ્ક્રીનીંગ કરે. આ કમીટીમાં એક ફિજિશિયન ડોકટર, ૧ આઈએએસ અધિકારી અને એક આરોગ્ય વિભાગના વહીવટી અધિકારીને લેવા જોઈએ જે ટીમ ત્રણેય પાસાઓ ચકાસી અને પછી જ દર્દીને ઓટુ બેડની વ્યવસ્થાઓ પુરી પડાવે. ઓટુ સહિતના બેડની વ્યવસ્થાઓ, ઉપલબ્ધતા સેન્ટ્રલાઇજ કરવી જોઈએ, તથા જે-તે હોસ્પિટલોએ રોજરોજ આ આંકડાઓ સાર્વજનિક રીતે અપડેટ રાખવા જોઈએ. આ ઉપરાંત પેનીંકમા અને ગભરામણમાં પણ કેટલાક વગદાર-મોભદાર અને પૈસાદાર લોકો ઠેર ઠેર ઓટુ બેડ ઓકયુપાઈડ રાખીને બેઠા છે જેનાથી સાચા જરૂરિયાતમંદ દર્દીને તેનો લાભ મળી શકત

HRCT‘ડાયગ્નોસ્ટીકરૂલ’ બનાવી દેવાયાનું વલણ કેટલું યોગ્ય ? જરૂરથી સમીક્ષા થવી જોઈએ

નથી અને તેનાથી સમસ્યાઓ ભેાગવવાનો વારો આવી રહ્યો છે. જે બાબતે પણ આ ત્રણ સભ્યોની ટીમે ખરાઈ કરી અને ખોટા ખાટલાઓને ખાલી કરાવી, જયા હોમ આઈસોલેશન થઈ શકે તેવાઓને ઘરે અન્યત્રને આઈસોલેશન સેન્ટરોમાં મોકલવાનો ફટાફટ નિર્ણય હેન્ડલ વીથ કેરના સુત્રને સાર્થક કરી અને માત્ર કડકાઈ સાથે નહી પણ દર્દીને સમજાવીને અમલી બનાવવો જોઈએ તો પથારીઓની ઘટ્ટ, એમ્બયુલન્સની લાઈનો આપોઆપ ઘટાડી શકાય તેમ છે. આ ઉપરાંત કેટલીક રેડીયોલોજીસ્ટ લેબોરેટરીમાં એચઆરસીટી અને સીઆરપી જેવા ટેસ્ટનો અતિરેક વધી ગયો હોવાની સ્થીતી છે તે અંગે સાચી જાગૃતી ફેલાવતી માહીતોઅ લોકો સુધી પહોચાડવી જોઈએ. એચરઆસીટી અને સીઆરપી જેવા ટેસ્ટ શુ છે? ઓ-ટુ બેડ ઓકયુપાઈડ રાખનારા દર્દીઓ અથવા તો તેમના સગાવ્હાલાઓને કોક પુછો તો ખરા? આ ટેસ્ટ કોરોનાના લીધે ભવિષ્યમાં દર્દીને કેવી સમસ્યા થઈ શકે અને તેની સામે કઈ દવાઓ અને ટ્રીટમેન્ટ

કચ્છ દાતાર છે, સખાવતી છે, તે વાત સાચી, પણ જીવિત હશે તો તંત્ર-સરકારને મદદ કરી શકાશે ને..! કચ્છીજનોને જીવાડો તો ખરા..! દવાઓ-ઈન્જેકશનો-ઓકિસજનની ઘટના લીધે ટપોટપ લોકોના થતા મોત કહેવાય અતિ ચિંંતાજનક..!

કરી શકાય તે માટેના ડોકટરને સારવારમા ઉપયોગી થતા ટુલ છે. પરંતુ હાલમાં સોશ્યલ મીડીયાના જ્ઞાનધરાવનારાઓ થનગનભુષણો તથા કેટલાક નફાખોર તત્વો દ્વારા એચઆરસીટી અને સીઆરપીને ડાયગ્નોસ્ટીક ટુલ બનાવીસ દીધા છે? તે ખરેખર અતિરેક નથી લાગતુ? આને અટકાવવા અને લોકાને જાગૃતિ આવે તે રીતે હેન્ડલ વીથ કેર સાથે તંત્રએ આગળ વધવુ જોઈએ. તો પણ ઘણા બધા ઓ ટુ બેડ ખાલી થઈ શકે તેમ માનવુ પણ વધારે પડતુ નહી કહેવાય.
બીજીતરફ દર્દીઓ અને તેના સગાવ્હાલાઓ પણ કયાંક ને કયાંક બીનજરૂરી વધારે પડતી ગભરાટ અનુભવ્યા વિના સરકારની ગાઈડલાઈનને અનુસરે અને તંત્રને સહકાર આપે. હકીકતમાં સરકાર દ્વારા કોરોનાની માર્ગદર્શિકામાં આઈસીએમઆરની ગાઈડલાઈન જ કેન્દ્રમાં રખાયેલી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર એચઆરસીટી હોય કે સીઆરપી તે સરકારના પ્રોટોકોલમાં કયાંય ગણવામાં જ નથી આવતા. ગણા બધા દર્દીઓનો ઓકિસજન લેવલ ૯૪ હોય અને એચઆરસીટીનો સ્કોર ૧પ આવી ગયો હોય તો યેન કેન પ્રકારેત ઓ-ટુ બેડ તેઓ મેળવી લેતા હોય છે. જે કદાચ વહેલુ ગણી શકાય તેમ છે. તેઓ આઈસોલેશન સેન્ટરમાથી પણ સારા થઈ શકવાની સંભાવનાઓ ધરાવતા દર્દી કહી શકાય. આઈસીએમઆરના ક્રાઈયટેરીયા અનુસાર એચપીઓ ટુ જેનુ ઓછુ હોય અને કલીનીકલ કન્ડીશન વધુ નાજુક હોય તેવા દર્દીઓને ઓકીસજન બેડની જરૂર નિયમ અનુસાર પડતી હોય છે. હાલમા સેવાઓ આપવાની

પ્રજાજનો-દર્દીઓને HRCT-CRP સહિતના રિપોર્ટની સાચી સમજણ આપો : તો હોસ્પિટલોમાં થતા ધસારા આપોઆપ ઘટી શકે : કલીનીક રિપોર્ટના અતિરેકથી વગદાર-મોભદાર વ્યકિતઓએ સરકારી અથવા ખાનગીના ખાટલા કબ્જે કર્યા છે તે સમજણથી ખાલી કરાવો

સાથે સમાંતર આવા દર્દીઓ કેટલા કયા સારવાર લઈ રહ્યા છે તેની ચકાસણીઓ કરવાની જરૂરી છે તો પણ આપોઆપ ઓકીસજન બેડ ખાલી થઈ શકે અને સાચા જરૂરીયાત મદોને મળી શકે તેમ છે. બાકી એચઆરસીટીના સ્કોર વધુ આવવાના કારણો અન્ય સંક્રમણો પણ હોય છે તે ન ભુલવુ જોઈએ.એકંદરે કહી શકાય કે, ઓકિસજન હોય કે ઈન્જેકશનો કે પથારીઓ, કૃત્રિમ અછત થઈ રહી હોય તેવુ વધારે દેખાવવા પામી રહ્યુ છે. કચ્છીજનોએ વધુ એક વખત તેમની સમજણ શકિતના અહી દર્શન કરાવવાની જરૂરી છે. આ લડાઈ લોકો અને કોરોના વચ્ચેની સીધી વધારે જણાઈ રહી છે ત્યારે તંત્ર-જાહેરજીવનને ગુંચવણા ઉભા થાય તેના બદલે વધુ સરળતાથી આ લડાઈની સામે જીતી શકાય તે દીશામાં દર્દી, પ્રજાજનો, અધિકારી, પદાધિકારીઓ, સંસ્થાઓ, સરકાર, સૌ કોઈ આગળ આવે અને સાચી જાગૃતીપૂર્વકની લડાઈ આ બીમારી સામે લડશે તો આપણે કોરોનાને જરૂરથી હરાવી શકીશુ તેમા બે મત નથી. તો આવો કચ્છીજનો સંયમ-સંપ-એકતા-ભાઈચારા-એકસુત્રતાની સાથે વધુ એક વખત કચ્છીયતની અનેરી મિશાલ રજુ કરી દેખાડીએ.

ઓક્સિજનનો મહતમ કન્ટ્રોલ અમદાવાદ – ગાંધીનગર કેન્દ્રિત થઈ ગયાની સ્થિતિમાં કચ્છના જવાબદારો કરશે તો પણ શું ?