હૃતિક રોશનની ફિલ્મ ’ક્રિશ’ ના ૧૫ વર્ષ પૂરા,અભિનેતાએ ’ક્રિશ ૪’ ની ઘોષણા કરી

(જી.એન.એસ)મુંબઈ,બોલીવુડના હેન્ડસમ હંક હૃતિક રોશનની ફિલ્મ ક્રિશની રિલીઝને (૨૩ જૂન) ૧૫ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે હૃતિકે તેમના ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. તેમણે એક વીડિયો સાથે ફિલ્મનો ચોથો ભાગ એટલે કે ક્રિશ ૪ ની જાહેરાત કરી દિધી છે. ક્રિશ ૪ અંગેના ઘણા લાંબા સમયથી સમાચાર આવી રહ્યા હતા, પરંતુ આ પહેલીવાર છે જ્યારે હૃતિકે કોઈ સત્તાવાર જાહેરાત કરી છે.વીડિયોમાં ક્રિશ અને તેના નવા માસ્કની ઝલક દેખાડવામાં આવી છે અને અંતમાં લખાયેલું આવે છે ક્રિશના ૧૫ વર્ષ. આ સાથે હૃતિકે લખ્યું, ભૂતકાળમાં જે થવાનું હતું તે થઈ ગયું છે. ચાલો જોઈએ કે ભવિષ્ય શું લઈને આવે છે. ક્રિશ ૨૩ જૂન ૨૦૦૬ ના રોજ રજૂ કરવામાં આવી હતી. આ હૃતિકની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ કોઈપ મિલ ગયા ની સિક્વલ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રાકેશ રોશને કર્યું હતું. હૃતિકની સાથે પ્રિયંકા ચોપરા, રેખા, નસીરુદ્દીન શાહ મહત્વની ભૂમિકામાં હતા.હૃતિક રોશનની સુપરહિરો ફિલ્મ ક્રિશ ૪ ને લઈને પ્રેક્ષકોમાં ઘણી ઉત્સુકતા છે. હિન્દી સિનેમાનો આ પહેલો સંપૂર્ણ સુપરહીરોને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ચાહકો ઉત્સુક છે. ફિલ્મની વાર્તાને રસપ્રદ બનાવવા માટે નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશન વાર્તામાં કેટલાક રસપ્રદ ટિ્‌વસ્ટ મૂકવા જઈ રહ્યા છે. આમાંથી એક ક્રિશના પિતા રોહિત મહેરાની પાછુ ફરવાનું હોઈ શકે છે.ક્રિશ શ્રેણીની આ ચોથી ફિલ્મમાં હૃતિકનું પાત્ર કૃષ્ણા એટલે કે ક્રિશ તેના પિતા રોહિત મહેરાને પરત લાવવા માટે ટાઈમ ટ્રાવેલ કરી શકે છે. ક્રિશના એલિયન દોસ્ત જાદુના પરત ફરવાની સંભાવના પણ જતાવામાં આવી છે. ક્રિશ ૪ માં ઘણા સુપર વિલન જોવા મળશે તેવી સંભાવના છે, જે ક્રિશ સાથે મુકાબલો કરશે. ફિલ્મમાં તેમના દેખાવને અસરકારક રીતે પ્રદર્શિત કરવા માટે હોલીવુડ ડિઝાઇનર્સની સાથે સંપર્ક સાધ્યો છે એવા પણ અહેવાલો આવ્યા હતા.