હું પણ મારા પાડોશીને જણાવીશ કે રસી લેવા આવે- ગૃહિણી જયાબેન કસ્તા

માંડવી સ્લમ વિસ્તારમાં રહેતા બાવન વર્ષિય ગૃહિણી જયાબેન કસ્તા પતિ નવીનભાઇ સાથે કોવીશીલ્ડ રસી લેવા આવેલાં છે અને એ હસતા હસતા જણાવે છે કે, “ હું પણ મારા પાડોશીને જણાવીશ કે રસી લેવાં આવે. મનેય મારા પાડોશીએ કીધું કે, કોઇ આડઅસર નથી અને હું રસી લેવા તૈયાર થઇ. પંદર દિવસ પહેલા એક આંગણવાડીના બહેન આવેલા પણ મેં ધ્યાન નહોતું દીધું એ ફરી આવ્યા અને મારા પાડોશીએ રસી લીધી અને આજે મેં લીધી કશું જ થતું નથી ઈન્જેકશન લીધા પછી” એમ માંડવી સરકારી હોસ્પિટલમાં કોવીશીલ્ડ રસી લીધા બાદ જયાબેન જણાવે છે.