મુંબઇ : પોતાના નિવેદનો અને અન્ય ફિલ્મ સ્ટાર્સ પર પોતાની ટિપ્પણીઓના કારણે વિવાદોમાં રહેતી  અભિનેત્રી કંગના રનોત રોજ ચર્ચામાં રહે છે. ઘણી વાર લોકો  તેના પર  પલટવાર પણ કરે છે. હાલમાં જ  રણબીર કપૂરે પણ કંગનાને તેના પર કરેલી ટિપ્પણી વિશે જવાબ  આપ્યો. વાસ્તવમાં રાજકારણ પર રણબીરનું કોઈ મંતવ્ય ન  આપવાના કારણે કંગના ભડકી ગઈ  હતી અને તેણે કહ્યુ હતુ કે –  તે  બસ  પોતાની જિંદગીમાં મસ્ત રહે છે અને સામાન્ય મુદ્દાઓ પર બોલવાથી બચે છે.

કંગનાની ટિપ્પણી વિશે જ્યારે રણબીરને એક ઈવેન્ટમાં સવાલ કરવામાં આવ્યો તો તે બોલ્યા કે, ‘જ્યારે પણ લોકો મને કંઈ પૂછે છે તો હું જવાબ આપુ છુ. મને આ પ્રકારના સવાલોના જવાબ આપવામાં કોઈ રસ નથી. લોકો જે ઈચ્છે તે કરી શકે છે. હું જાણુ છુ કે હું શું છુ અને શું કહુ છુ.’

કંગના રનોતે કહ્યુ હતુ કે ઈન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર જેવા અમુક અભિનેતા છે જે કહે છે કે – અમારા ઘરે વિજળી પાણીની બરાબર સુવિધા છે તો અમે રાજકારણ પર ટિપ્પણી કેમ કરીએ? પરંતુ મને લાગે છે કે તે આ દેશના લોકોના કારણે એવી આરામદાયક જિંદગી  જીવી શકે છે અને મર્સિડીઝ કારમાં ફરી શકે છે તો તમે આવી વાતો કેવી રીતે કરી શકે છે. આ એક બિનજવાબદાર વર્તન છે અને આ રીતની વ્યક્તિ નથી.

ફિલ્મ મણિકર્ણિકા સાથે જોડાયેલા વિવાદ દરમિયાન તેમના સમર્થનમાં ન ઉભા રહેવા બદલ ગુસ્સે થયેલી  કંગનાએ  રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પર પણ જોરદાર  હુમલોકર્યો હતો. જો કે કંગનાએ  ત્યારબાદ જ શાંત અને સમ્માનપૂર્વક જવાબ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here