હિમાલયના મહર્ષિ સિદ્ધગુરુ શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ઓનલાઈન ગુરુપૂર્ણિમાનું વિશ્વસ્તરે નિઃશુલ્ક આયોજન

0
27

ગુરુતત્ત્વ યૂ-ટ્યૂબ ચેનલ પર તારીખ ૨૩-૨૪-૨૫ જુલાઈ દરમિયાન ગુરુપૂર્ણિમાનું ત્રિદિવસીય અવિરત પ્રસારણ થશે

ભુજ : ગુરુતત્ત્વ મંચ પર શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન ત્રિદિવસીય ગુરુપૂર્ણિમા મહાશિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે વિશ્વના અલગ-અલગ દેશોમાંથી ૭૫,૦૦૦ કરતાં પણ વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ગુરુપૂર્ણિમામાં હિમાલયના મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજીના દિવ્ય પ્રવચનની સાથે સાથે એમના પાવન સાંનિધ્યમાં ધ્યાન કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થશે તથા એમના દ્વારા વિવિધ પ્રશ્નોનું સમાધાન પણ થશે. આ ઉપરાંત ૠષિપત્ની પૂજ્ય ગુરુમાનું વિશેષ પ્રવચન પણ પ્રસારિત થશે. ગુરુકથા, ુગુરુશક્તિધામ પરિચય, યોગાચાર્યો દ્વારા સરળ યોગવ્યાયામ, શરીરરૂપી સાધનની સાત્ત્વિક આહાર દ્વારા જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન, અનુભૂતિકથન, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવા અનેક કાર્યક્રમો સાથે ત્રણેય દિવસ સવારના ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી તથા એનું પુનઃ પ્રસારણ સાંજે છ વાગ્યા સુધી એમ આ ઓનલાઈન ગુરુપૂર્ણિમાનું અવિરત ચોવીસ કલાક ગુરુતત્ત્વની યૂ ટ્યૂબ ચેનલ :// www. youtube. com/ gurutattva પર તથા https:// www. facebook. com/ Gurutattva world પર કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમામાં આબાલવૃદ્ધ હરકોઈ લાભ શકે છે. વધુ જાણકારી માટે ૭૬૬૬૦ ૨૫૫૫૫ support @ gurutattva. org  તથા : //gurutattva. org સંપર્ક કરવા જણાવાયું છે.