હાશ… કોરોના ઘણે અંશે અંકુશમાં : આજે 113 કેસ નોંધાયા

ભુજ : રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોનાની બીજી લહેર પર ઘણે અંશે અંકુશ આવી રહ્યો છે. ગુજરાતની સાથે કચ્છમાં પણ હવે કોરોનાના કેસો ઉતરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ જીવલેણ મહામારી પર અંકુશ આવતા લોકો અને તંત્ર તેમજ સરકારે પણ થોડો હાશકારો અનુભવ્યો છે. પરંતુ તૌકતે વાવાઝોડાને કારણે તંત્ર અને સરકારને વધુ એક મોરચે લડવાનું થયુ છે. જો કે કોરોનાના કેસો ઘટ્યા છતાં લોકોને હજુ પણ સતર્ક રહેવાની તાંતી જરૂરિયાત છે. કચ્છમાં રવિવારે 173 દર્દીઓ નોંધાયા બાદ આજે 60 કેસોના ઘટાડા સાથે કોરોનાનો પોઝિટીવ આંક ઘટીને 113 થયો છે. તો રાજ્યની યાદી મુજબ કચ્છમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મોત થયા હતા. તો રાજ્યમાં પણ પોઝિટીવ કેસનો આંક ગઈકાલની તુલનાએ ઘટ્યો હતો. સોમવારે ગુજરાતમાં કોરોનાના 7,135 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 81 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઘટાડો નોંધાતા આંશિક રાહતના સમાચાર છે. કચ્છમાં અઢીસોની આસપાસ પહોચેલો પોઝિટીવ કેસનો આંક ઉતરીને 113 પર પહોચ્યો છે. તો રાજ્યની યાદી મુજબ 2 મોત થયાનું જાણવા મળ્યુ છે.