હાશ… કચ્છમાં કોરોનાના કેસો ઘટીને 153 પહોચ્યા

ભુજ : રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોનાની બીજી લહેર પર ધીમે-ધીમે અંકુશ આવી રહ્યો છે. ગુજરાતની સાથે કચ્છમાં પણ હવે કોરોનાના કેસો ઉતરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ જીવલેણ મહામારી પર આંશિક અંકુશ આવ્યો છે. પરંતુ લોકોને હજુ પણ સતર્ક રહેવાની તાંતી જરૂરિયાત છે. કચ્છમાં ગુરૂવારે 185 કેસો નોંધાયા હતા. ત્યાર બાદ શુક્રવારે પોઝિટીવ આંક ઘટીને 170 થયો હતો. તો શનિવારે ફરી ઘટાડા સાથે 153 કેસ નોંધાયા હતા. તો રાજ્યની યાદી મુજબ કચ્છમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા હતા. તો રાજ્યમાં પણ પોઝિટીવ કેસનો આંક ગઈકાલની તુલનાએ ઘટ્યો હતો. શનિવારે ગુજરાતમાં કોરોનાના 9,061 કેસ નોંધાયા હતા. તો આ મહામારીમાંથી 15 હજાર 076 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 95 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઘટાડો નોંધાતા આંશિક રાહતના સમાચાર છે. કચ્છમાં અઢીસોની આસપાસ પહોચેલો પોઝિટીવ કેસનો આંક ઉતરીને 153 પર પહોચ્યો છે. તો રાજ્યની યાદી મુજબ 3 મોત થયાનું જાણવા મળ્યુ છે.