હાઈડ્રોજન ફયુઅલ ઉદ્યોગો કચ્છમાં આવવા તત્પર : રાજય સરકારનો તખ્તો : કલેકટરશ્રીઓને સુચના અપાઈ

0
74

ગાંધીનગર :ઈંઘણના કુદરતી રીસોર્સીસ ખત્મ થવાના આરે હોવાની વાત સતત સામે આવવા પામી રહી છે ત્યારે હવે ગુજરાતમાં પણ હાઈડ્રોજન ફયુઅલ ઉદ્યોગોને લઈને સક્રીય થવા પામી ગઈ છે. નોધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા પણ હાઈડ્રોજન ફયુઅલ ઉદ્યોગો કચ્છમાં લાવવાને માટે કચ્છ-બનાસકાંઠાના ક્ષેત્રોમાં જમીનો અનામત રાખવાને માટે આ બાબતે જરૂરી સુચનાઓ આપી હોવાનુ સામે આવી રહ્યુ છે. આગામી વાયબ્રન્ટ સમીટમાં ગુજરાત સરકાર નવી કંપનીઓ સાથે એમયુઓ કરવાનુ મન બનાવી રહી હેાવાનુ પણ સામે આવવા પામી રહ્યુ છે. રાજય સરકાર દ્વારા આ માટે નકકર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.