હવે કચ્છમાં ધો.૯થી૧રના પેપર ફુંટયા ? : – તો રાજ્યવ્યા૫ી કૌભાંડનો થાય પર્દાફાશ

0
20

  • વહીવટમાં છીંડા કે પછી વહીવટ જ ભજવે છે ભાગ..! : ગાંધીધામ શિક્ષણક્ષેત્રમાં હલચલ

ધો.નવથી બારના પ્રિલિમ-પ્રથમ પરીક્ષાના પેપર યુ ટયુબ પર લીંક સાથે પરીક્ષાના એક દીવસ પહેલા અથવા તો પરીક્ષાના સમયથી પાંચ-આઠ કલાક વહેલા સવારે શેર થઈ જતા હોવાનો આંતરીક ઉહાપોહ : આદિપુરની કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓમાં આવા પેપેર વહેંચાઈ ગયા હેાવાની ચકચાર

પ્રાઈવેટ પ્રકાશન દ્વારા પેપર સેટ કરાયા છે, વહેતા કેવી રીતે થયા, તે તપાસ માટે તેમને જણાવી દેવાયું છે, સ્થાનિકે પણ તંત્રને તપાસર્થે કામે લગાડી દેવાયુ છે, કેવી રીતે આ બન્યુ છે તે પ્રથમ બહાર આવશે બાદમાં જ પરીક્ષાને લઈને કોઈ નીર્ણય બેાર્ડસ્તરેથી માર્ગદર્શન મેળવીને લઈ શકાશે, કદાચ કોઈ ત્રયાત વ્યકિતઓ સંડોવાયેલા હશે તો તેમને પણ નહી છેાડવામાં આવે : શ્રી પ્રજાપતિ(ડીઈઓ-કચ્છ)

ગાંધીધામ : ગુજરાત રાજયમાં હાલમાં પેપરફોડકાંડની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી હોય તેવી રીતે અહી એક પછી એક ગંભીર પ્રકારના અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફુટયા હોવાની ઘટનાઓ સતત સામે અવવા પામી રહી છે. અહી તાજેતરમાં જબિનસચીવાલય કલાર્કની ભરતીના પેપર ફુટયાની વાત સામે આવવા પામી હતી અને આખાય રાજયમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. તેમાં પણ સૂર્યા ઓફસેટ અમદાવાદ પ્રાઈવેટ પ્રકાશનનો રોલ સામે આવ્યો હતો તો વળી સબંધિત બોર્ડના ચેરમેનને પણ આ કેસમાં રાજીનામું જ આપવાની ફરજ પડી ગઈ હતી. તે દરમ્યાન જ હવે કચ્છમાં પણ માધ્યમિક શાળાના પેપેરો ફુટયા હોવાનો ગંભીર ગણગણાટ સપાટી પર આવવા પામી રહ્યો છે. હાલના સમયે ધો. નવથી બારનીપરીક્ષાઓ ચાલી રહી છે. જેના પેપર અગાઉથી જ એટલે કે પરીક્ષાના પાંચથી ૧પ કલાક વહેલા જ યુટયુબ પર શેર થવા પામી રહ્યા હોવાની વાત પૂર્વ કચ્છના આદિપુર-ગાંધીધામ સંકુલમાં જાગૃત વાલીઓ મારફતે બહાર આવવા પામી રહી છે. યુટયુબ અને ઈન્સટાગ્રામ પર આ પેપેરો બાળકોને મળી જાય છે. એસવીએસ એટલે કે શાળા વિકાસ સંકુલના લોગો સાથેના પેપર પ્રથમ પરીક્ષા ર૦ર૧-રર ધો.૧૧ વાણિજય પ્રવાહ, ધો.૧૦ હિન્દી પેપર એસવીએસ, ધો.૧ર ઈકોનોમીકસ પેપર એસવીએસ સોલ્યુશનના નામે યુ ટયુબ પર લીંક મોજુદ જોવા મળી આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, આવી પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખુબજ મહત્વની હોય છે. મહત્વના ધો. નવથી બારમાં આ પરીક્ષા પરથીજ ફાઈનલ એકજાન માટે વિદ્યાર્થી તૈયારીઓની રૂપરેખા ઘડતો હોય છે. અહી સારા માર્કસ મેળવવા માટે વિદ્યાર્થી સવારના પાંચ વાગ્યાથી કરી અને મોડી રાત્રે નવ-નવા વાગયા સુધી ટયુશન જઈ અને આંખોના ઉજાગરાઓ કરીને તૈયારીઓ કરતા હોય છે. હવે એ પેપેરો જ ફુટી જાય તો આવા વિદ્યાર્થીઓની મહેનતનું શુ થાય? આવો સવાલ સહેજે સહેજે થવા પામી જ રહ્યો છે.બીજીતરફ આ બાબતે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વાલી દ્વારા આવી ફરીયાદ એક મળી છે, પેપર પણ મોકલવામાં આવ્યા છે, અમે આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે.હકીકતમાં શાળાઓએ જ પેપર કાઢવાની જોગવાઈ છે. બોર્ડ દ્વારા અપાયેલા આદેશ અનુસાર શાળાઓએ જ આવી પરીક્ષાઓના પેપેર કાઢવાના થતા હેાય છે. ગાંધીધામ-આદિપુરના વાલીની ફરીયાદ ધ્યાને આવતા અમે સબંધિત અધિકારીને આ બાબતેની તપાસ જીણવટભરી કરવાના આદેશ આપી દીધા છે. કેન્દ્રીત રીતે પેપર પ્રાઈવેટ પ્રકાશને કાઢયુ હોય તો અમે તેમને પણ જણાવી દીધુ છે કે, આ પ્રકાશમાં પેપર નીકળે છે તેની લીંક સોશ્યલ મીડીયામાં એડવાન્સમાં કેવી રીતે શેર થવા પામી ગઈ છે? તે દીશામાં પણ તપાસ ચાલી રહી છે.પ્રથમ આ પેપર કેવી રીતે કયાંથી કોના દ્વારા લીક થવા પામ્યા છે, તેની તપાસણીઓ પ્રાથમિક તબક્કે હાથ ધરવામાં આવી છે, કચ્છમાથી તો કોઈએ આ પેપેર કાઢયું હોય અથવા તો કેાઈ શાળાએ ચુક કરી હાય તેવુ હાલતુરંત સામે આવવા પામ્યુ નથી. પરંતુ હજુ તપાસ ચાલી જરહી છે એટલે કંઈ પણ કહેવુ વહેલુ જ ગણાશે. પહેલા પેપર કેવી રીતે ફુટયુ છે તે સામે આવશે બાદમાં જ પરીક્ષાઓને લઈને કોઈ નીર્ણય બોર્ડ સ્તરેથી માર્ગદર્શન મેળવીને કરવામાં આવશે તેમ શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતુ.આજે સાંજ સુધીમાં આ બાબતે તપાસ પૂર્ણ કરી લેવાય અને વેળાસર જ નિર્ણય લેવાઈ જાય તે ખુબ જ હિતાવહ કહી શકાય તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, જો કચ્છમાં આ પ્રકારના પેપેર લીક થયા જ હેાય તો આખાય ગુજરાતમાં પણ સોશ્યલ મીડીયા યુટયુબ પરથી તે ફર્યા જ હોઈ શકે છે તેમાં બે મત નથી. સરકારે વેળાસર આ બાબતે ગંભીરતાથી વિચારવુ જોઈએ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા અટકાવવા ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ.

ખાનગી પ્રકાશન FIR કરે દાખલ..!
ગાંધીધામ : યુટયુબ પર નવથી બારના પેપેરો ફરતા થયા હોવાની વાત છે અને ખાનગી પ્રકાશને તે પ્રકાશિત કર્યા છે ત્યારે વીના વિલંબે જો ખાનગ પ્રકાશના માલિકોની સંડોવણી ન હોય તો આ બાબતે એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ.

વાલીઓ જાગે – કરે હોબાળો – આપે તટસ્થ તપાસનું આવેદન
ગાંધીધામ : ધો.નવથી બારના પેપરો હાલના સમયે પરીક્ષા પહેલા જ ફુટી રહ્યા છે. યુ ટયુબ પર તે ફરી રહ્યા છે તેવીવાત આદિપુર-ગાંધીધામની કેટલીક શાળાના વિદ્યાર્થીઓમાં ઉહાપોહ શરૂ થયો છે. શિક્ષણતંત્ર પણ આ કેસને લઈને હરકતમાં આવેલા છે પરંતુ વાલીઓ જાગૃત બને, વિદ્યાર્થીઓના હિતમાં આ બાબતે શિક્ષણતંત્ર પર ભાર લાવે, લેખિતમાં કડક તપાસના આવેદનો આપે તો જ વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે તેમ છે.

કચ્છમાં પરીક્ષા વેળાસર જ કરો રદ્દ

પેપર ફુટી જાય તો મહીનાઓથી મહેનત કરતા હોશિયાર વિદ્યાર્થીઓને તો નુકસાન જ જવાનું છે..?

ડીઈઓ આ વિષયને હળવાશથી ન લે : ગાંધીધામ-આદિપુર સંકુલના શિક્ષણક્ષેત્રના અધિકારી-કર્મચારીઓને લગાવવા જોઈએ વેળાસર કામે

ગાંધીધામ : આદિપુર-ગાંધીધામની કેટલીક શાળાઓમાં ધો. નવથી બારના પેપેરોને લઈને સવાલો ઉભા થવા પામ્યા હેાવાનો વિષય સપાટી પર આવે છે. જિલ્લા શિક્ષણ તંત્ર પણ આ બાબતે તપાસ શરૂ કરી દીધી હોવાનુ મનાય છે ત્યારે ખરેખર કોણે ચુક કરી, કેમ થઈ, તે તપાસ તો કરવી જ જોઈએ પરંતુ બીજીતરફ વેળાસર જ જે જે પેપરો ફુટી ગયા હોય તે પેપરોને લઈને પરીક્ષાઓ વેળાસર જ રદ કરી રીશિડયુઅલ કરવાની જાહેરાત ડીઈઓ વિભાગ તરફથી આપવી જ ઘટે.

પરીક્ષાઓના પેપેર બે રીતે જ નીકળે ? SVS (સરકાર) અથવા ખાનગી પ્રકાશન ?
ગાંધીધામ : કચ્છના ગાંઘીઘામ-આદિપુર વિસ્તારની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે એડવાન્સ પેપર આવી રહ્યા છે તેને જોતા જાણકારો કહી રહ્યા છે કે, આવી પરીક્ષાઓના પેપર કેન્દ્રીત પદ્વતિથી જ લેવામા આવતા હોય છે. એક એસવીએસ એટલે કે સરકાર કક્ષાએ શાળા વિકાસ સંકુલ મારફતે નીકળતા હોયછે. જે એસવીએસમાં શાળાઓ જોડાયેલી હોય તેમને અહીથીપેપર અપાતા હોય છે. અથવા તો પછી ખાનગી પ્રકાશન એટલે કે નવનીત પ્રકાશન મારફતે તે પ્રકાશિત કરવામાં આવતા હોય છે.