હવે કચ્છનું સ્થાનિક રાજકીય જગત રહે સતર્ક : પ૬૦૭ કરોડની સૈદ્વાંતિક મંજુરી માટે કમર કસો

  • નર્મદા જળ મુદ્દે સંવેદનશીલ વિજયભાઈ-નીતિનભાઈએ આત્મીયતા દાખવી

નર્મદા સરદાર સરોવર ડેમના વધારાના દરીયામાં વહી જતા પાણીમાથી કચ્છને ૧ મીલીયન એકર ફીટ પાણી આપવાની અવિરત રજુઆતો બાદ હવે સરકાર આવી છે હરકતમાં : યોજનાકીય રીતે પ૬૦૭ કરોડ તથા તેના સર્વે માટે ૩પ કરોડની કરી દેવાઈ છે જોગવાઈ : હવે ઝડપભેર સર્વે માટેની કંપનીના ટેન્ડર બહાર પડે, સર્વે રીપોર્ટ સરકારને સુપરત કરાય અને એક સાથે જ પ૬૦૭ કરોની સૈદ્વાંતિક મંજુરી મળે તે માટે સ્થાનિકના રાજકીય આગેવાનો સરકાર-અધિકારીઓ તબક્કે રાખે વિશેષ ધ્યાન

કચ્છ બ્રાન્ચ કેનાલના કામો પૂર્ણ કરવા-જમીન સંપાદનના કેસોનુ ઝડપથી નિવેડો લવાય તે દીશામાં પણ યુદ્ધના ધોરણે કરવુ પડશે કામ : તો જ મોડકુબા સુધી નર્મદાજળ પહોચાડવું બનશે શકય : કેબીસીના કામો પૂર્ણ થાય તો સાત લીંક કેનાલને માટેના કામોનો ધમધમાટ આદરાશે : બન્ને સંપન્ન થઈ જાય તો કચ્છને નર્મદાજળ મળતા કોઈ જ અટકાવી નહી શકે

ગાંધીધામ : ગુજરાતની સંવેદનશીલ વિજયભાઈન સરકાર અને ઉપમુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ દ્વારા કચ્છને નર્મદાના વધારાના એક મીલિયન એકર ફીટી પાણી મળતા થાય તે દીશામાં નકકર કદમો ઉઠાવી રહી હોય તેવા ઘટનાક્રમો તાજા થયા છે. નીતીનભાઈ દ્વારા તાજેતરમા જ બજેટ બાદ વિભાગોની ડીમાન્ડ અંગેની કરેલી સત્તાવાર જાહેરાતો અનુસાર કચ્છમાં નર્મદાના વધારાના એક મીલીયન એકર પાણી આપવાને માટે પ૬૦૭ કરોડની રકમની સૈદ્વાંતીક મંજુરી માટેની પ્રક્રીયા શરૂ કરી દીધી છે તો વી આ જ અંતર્ગત ૩પ કરોડ રૂપીયાની ફાળવણી કરી દેવામા આવી હોવાનુ પણ સત્તાવાર રીતે જાહેર કરી દીધુ છે. કહી શકાય કે વિજયભાઈ અને નીતીનભાઈએ કચ્છ પ્રત્યે વધુ એક વખત વિશેષ લાગણી દર્શાવી છે પરંતુ હવે વહીવટી પ્રક્રીયાઓમાં ફરીથી આ વિષય ન અટકી જાય તે માટે કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનો સતર્ક રહે અને ખાસ કરીને પ૬૦૭ કરોડની રકમ જે સૈદ્વાંતિક મંજુરી માટે પડતર રહેલી છે તે માટે તમામ પ્રકારની તબક્કાવાર કરવા પાત્ર કાર્યવાહી થાય તેનુ સતત મોનીટરીંગ કરતા રહે અને જરૂર પડે ત્યાં સરકાર તબક્કે ધ્યાન પર વાત લાવે તે એટલુ જ જરૂરી બની રહ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પ૬૦૭ કરોડની રકમની ફાળવણી અને તેની સામે ૩પ કરોડની જોગવાઈની સત્તાવાર પ્રેસ યાદી કોઈને પણ માથું ખંજવાડતી કરી દે તે અનુસારની છે પરંતુ અહી સરકારની મનસા પર સવાલ ઉઠાવી શકાય તેમ નથી. કારણ કે, કરોડોની રકમ જે ફાળવાઈ છે તે કેબીસીના અધુરા કામોને પૂર્ણ કરવા તથા સાત લીંક કેનાલ મારફતે નર્મદાજળ છેવાડાના કચ્છ આખાયમાં પહોચતા કરવાની દીશામાં ફાળવાયા છે અને તેમા ૩પ કરોડની રકમની જે જોગવાઈની વાત કરાઈ છે તો આ સાત કેનાલના કામોના સર્વે માટે આ રકમ ફાળવાઈ છે. એટલે કે, હવે સાત કેનાલો અગાઉ દસ વરસ પહેલા સર્વે થયો હતો પછી એકયા બીજી રીતે કામ ટલ્લે ચડી ગયુ હતુ તો વચ્ચે કઈક અવરોધો આવતા હશે તેનો સચોટ સર્વે કરવામા આવશે. આ સર્વે માટે ટેન્ડર બહાર પાડી શકે છે અથવા તો કપનીઓને તેડાવી, સમાધાનકારી વલણથી ઝડપથી કામ આપીને આગળ ધપાવવા એજન્સી નકકી કરવામા આવી શકે છે. આ એજન્સી પાંચથી આઠ માસ જેટલા સમય અંદાજે સર્વેમાં લાગી શકે તેમ છે. તેઓના સર્વેના આધારે અંદાજ-એસેટીમેટ તૈયાર કરવામા આવશે અને તેની સાથે જ પ૬૦૭ કરોડની રકમને સૈદ્વાંતિક મંજુરી મળવાની પ્રક્રીયા હાથ ધરાઈ શકે તેમ છે. એટલે આ રકમના આકડાઓ જાહેર થયા અને કચ્છને મળી ગયા અને કામો ધમધમતા થઈ જશે તેવુ નથી હજુય પ્રક્રીયા ઘણી લાંબી રહેલી છે. આ માટે કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનો ગાંધીધામ અને વિભાગ કક્ષાએ સતત મોનીટરીગ કરતા રહે અને જરૂર જણાય ત્યા સરકારના ધ્યાને વાત લગાડી અટકતા કેાઈ પણ પ્રકારના વિસંગત કામને આ દીશામાં આગળ ધપાવતા રહે તો જ ખરા અર્થમા આ લાભાલાભ કચ્છને થશે નહી તો મૃગજળ સમાન જ બનતા રહેશે તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય.

લીંક-૧

સારણ જળાશય યોજના

ગાંધીધામ : કુલ સાત લીંક કેનાલો છે. જે પૈકીની પ્રથમ (૧) સારણ જળાશય યોજના છે. જે રાપર તાલુકાના ગામો માટે છે. કચ્છ શાખા નહેરની સાંકળ ૧૦પ કી.મી પરથી રાપર તાલુકાના ફતેગઢ ગામ પાસેથી ઉદભવે છે. આ યોજનાથી રાપર તાલુકાનો નર્મદા કમાન્ડથી વંચિત પ્રાંથળ વિસ્તાર અને ખડીર વિસ્તારને સી/ચાઈનેનો લાભ મળશે.

લીંક-૨

બન્ની જળાશય યોજના : દુકાળગ્રસ્ત કચ્છ ઘાસ માટે બને આત્મનિર્ભર

ગાંધીધામ : સાત પૈકીની બીજી લીંક યોજના (ર)બની જળાશય યોજના : બની વિસ્તારમા ત્રણ મોટા તળાવો બનાવી તેમા દુધઈ પેટાશાના નહેર મારફત નર્મદાના વધારાના પાણી ભરી કુલ ૧,૪ર,૦૦૦ એકરમાં ઘાસનુ વાવેતર કરી દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લાને ઘાસમાં આત્મનિર્ભર બનાવવાનું આયોજન છે. દુધઈ પેટા શાખા નહેરની કુલ સાંકળ ૬૮.પ૦ કીમી પૈકી ર૩ કી.મી.મા કામગીરી ચાલીુ છે.એકાદ વર્ષમા પૂર્ણ થઈ જશે.

લીંક-૩,૪,૫,૬

ટપ્પર જળશાય યોજનામા ૩ લીંક કેનાલો છે

ગાંધીધામ : ટપ્પર જળાશય યોજનામાંથી ત્રણ લીંક કેનાલો નીકળે છે જે અતિ ઉપયોગી છે. ટપરમા કચ્છ શાખા નહેરની સાંકળ રક્ષપ્‌ કીમી પરથી નર્મદાના નીર ફીડર કેનાલ મારફતે ભરવામા આવે છે. નોર્ધન લીંક કેનાલ.(૪)હાઈ કનટુર સ્ટોરેજ લીંક (પ) સધર્ન લીંક કેનાલ. (૬) હાઈ કન્ટુર કેનાલ જે શિણાય પછી કચ્છ શાખા નહેરની સાંકળ રપ૪ કીમી પરથી ઉદભવે છે.

લીંક-૭

એકટેન્સન ઓફ કેબીસી

ગાધીધામ : જે કચ્છ શાખા નહેરના છેવાડેથી એટલે કે સાંકળ ૩પ૭ કીમી પરથી ઉદભવે છે. આમ કુલ્લ સાત લીક કેનાલ મારફતે અને આઠમા ત્રણ ડેમો (૧)સુવઈ ડેમ (ર)ફેતગઢ મોટી સિંચાઈ યોજના (૩)લાકડાવાંઢ ડેમમા કેબીસીમાંથી ડાયરેકટર નર્મદાના વધારાના પાણી ભરવાનુ આયોજન છે. સરકારીશ્રીનુ સુચન એવુ છે કે પહેલા કચ્છ શાખા નહેરનુ કામ મોકડુબા સુધી પુર્ણ કરવું પછી ૧ મિલિયન એકર ફીટની યોજનાઓ માટે ઝડપથી કામગીરી હાથ પર લેવી.

  • સરકારની મનસપા પર સવાલ ઉઠાવવા તદન ગેરવ્યાજબી
વરસાદી મેંઢકની જેમ બહાર આવતા ‘બારાતુ અશોકીયા’ને કચ્છની પ્રજા આપે જાકારો

નર્મદાજળના નામે દર ઉનાળાની શરૂઆતમાં માત્ર નિવેદનો આપી-કચ્છના હામી સમાન સ્થાનિક રાજકારણીઓ પર માંછલાઓ ધોઈ-સરકાર પર દબાણ વધારી માત્ર અને માત્ર ખુદના ઉલ્લુ સીધા કરતા આવા બારાતુ બની બેઠેલી કાઉન્સીલના અશોકીયા જેવા તત્વો કચ્છના હિતમાં હવનમાં હાડકાં નાખવાનું બંધ કરે અને ચૂપ મરે તો સારૂ : જિલ્લાની પ્રબુદ્ધ લોબીનો ફિટકાર

નર્મદાજળના નામે ખુદના રોટલા શેકતા બારાતુ અશોકીયા આણી ટોળકીને કો’ક તો પુછો કે, પાણીના પ્રશ્ન કદાપિ ધોમધખતા તાપમાં કચ્છી ખેડુતોની સાથે ધરણા-આંદોલનમાં ઉતર્યા છે ખરા? માત્ર કાગના વાઘ બની, કચ્છના નામે
લીંબડજશ ખાટી ચરી ખાવાના ત્રાગાઓ અશોકીયા આણીના હવે ખુલ્લા પડી રહ્યા છે

ગાંધીધામ : ગુજરાતની વર્તમાન સરકાર અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા નીતીનભાઈ પટેલ કચ્છના હિતને માટે સદાય ચિંતા કરતા રહે છે. કચ્છની ચિંતા કરી રહેલા આવા મહાનુભાવો અને સવાયા કચ્છીજનોની કચ્છ પ્રત્યેની ખેવના પર સવાલો ઉભા કરવા જરા સહેજ પણ સમયોચિત્ત ન કહી શકાય. આ ટકોર જિલ્લાના પ્રબુદ્વવર્ગમાથી એટલે ઉઠી રહી છે કે, ઉનાળાની શરૂઆત થાય એટલે નર્મદા જળ અને કચ્છને પાણીના બહાના તળે સ્થાનીકના રાજકારણીઓ પર માછલાઓ ધોઈને સરકાર પર પ્રેસર વધારી બારાતુ અશોકીયા આણી ટોળકી સદાય ચરી ખાતી રહી હોવાનો ઘટનાક્રમ આ વખતે પણ સામે આવવા પામી રહ્યો છે. ગુજરાત સરકાર, વિજયભાઈ અને નીતીનભાઈ તથા કચ્છના રાજકીય આગેવાનો દ્વારા પણ જિલ્લાને પાણીની તલપ પૂર્ણ થાય તે માટે લાંબા ગાળાનુ સુચારૂ આયોજન અમલી કરાયુ છે એન તેના પર કામ થવા પણ પામી જ રહ્યુ છે ત્યારે હવે અમદાવાદમાં બેસીને કચ્છના હામી હોવાનો ડોળ કરનારો અને નર્મદાજળના નામે માત્ર અને માત્ર ખુદના ઉલ્લુ સીધા કરતા અશોકીયા આણી ટોળકીએ ફરી આ વખતે પણ તેના ત્રાગાઓ શરૂ કર્યા છે અને વિસંતતાભર્યા નિવેદનો આપવાનુ ચાલુ કરી દીધુ છે. કચ્છની પ્રજા હવે આ અશોકીયાને બરાબરની ઓળખી ગઈ છે. અને જિલ્લામાં ફાવવા પણ દેતી નથી એટલે બની બેઠેલી કાઉન્સીલના નેજા હેઠળ નિવેદનીયાપૂર્વકની રજુઆતો માત્ર મઆ અશેકા આણી ટોળકી કરી રહી છે જેનુ હકીકતમાં કયાય કંઈ ઉપજતુ જ નથી. હાલના સમયે ખરેખર જે લોકો કચ્છને નર્મદાજળ મળી રહે તે માટે મહેનત કરી રહ્યા છે તેઓએ આ અશોક આણી ટોળકીના નીવેદનોથી અંતર જ કરવુ જોઈએ. કારણ કે એકતરફ વિજયભાઈ-નીતીનભાઈ ખુબ ચિંતા કરી અને કચ્છને છુટા હાથે મદદ કરવા તત્પર છે, કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનો પણ આવડત અને કોઠાસુઝ પ્રમાણે આ પ્રશ્નના ઉકેલની દીશામાં દીવસ રાત મહેનત કરી રહ્યા છે ત્યારે આ તમામની મનસા પર માત્ર સવાલો ઉઠાવનારા આ અશોક આણી ગેંગના નિવેદનો કચ્છના હિતને નુકસાન જ કરી શકે તેમ છે. હકીકતમાં આવા તત્વોને કચ્છમાં તો નર્મદાજળની લડતમા કયાય સ્થાન મળવુ જ ન જોઈએ બલ્કે બહારથી પણ આવા તત્વો કચ્છના નર્મદાજળના વિષયને લઈને રોડા નાખતા નિવેદનો આપતા હોય તો તેનો બહિષ્કાર પણ ખુલ્લીને જ કરવો જોઈએ તે જ સમયની માંગ બની રહી છે.

ડો.નિમાબેનની જાગૃતી સરાહનીય :હવે અન્યો પણ દાખવે સતર્કતા
ગાંધીધામ : ગુજરાત સરકાર, વિજયભાઈ અને નીતીનભાઈ દ્વારા કચ્છને નર્મદાજળ માટે માતબર રકમની સૈદ્વાંતિક મંજુરીઓ આપવાની પ્રક્રીયાની જાહેરાત કરી દીધી છે ત્યારે કચ્છના સ્થાનિક રાજકીય અગોવાનમા ડો.નિમાબેન આચાર્ય દ્વારા હવે આ પ્રક્રીયા ઘોંચમા ન પડે અને જાગૃતીપૂૃવક તેની કાર્યવાહી આગળ ધપે તે માટેની આગવી સતર્કા દાખવી છે અને તેઓએ કહ્યુ છે કે, હવે આ કામ માટેના વેળાસર જ ટેન્ડર મંજુર કરવામા આવે, અને તેની તમામ કાર્યવાહીમાં કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનોને પણ સાથે રાખવામાં આવે. કંપની નકકી કરાય, સર્વે થાય અને રીપોટના આધારે સૈદ્વાંતિક મંજુરી માટેની કાર્યવાહી પણ આગળ ધપાવવામાં આવે. આ જ રીતે હવે અન્ય રાજકીય આગેવાનો પણ સરકારે દાખવેલી આત્મીયતા બાદ સ્થાનીકેથી જાગૃતી દેખાડે તે જરૂરી છે.

બન્નીની ૪પ કી.મીના બાકીના કામને કોરોના નડી ગયો
ગાંધીધામ : બાકીના ૪પ કીમીમા આશરે ૧૧પ૦ કરોડના ખર્ચે સરકારશ્રીના મુળ આયોજન મુજબ ઓપન કેનાલ કરવા માટે માર્ચ ર૦ર૦ની આસપાસ ટેન્ડર બહાર પાડવાનું આયોજન હતુ. પરંતુ કોરોનાએ આ કચ્છ માટે અતી ઉપયોગી એવી કેનાલનો ભોગ લીધો અને ઓગષ્ટ ર૦ર૦મા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીા અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવેલ ઉચ્ચસ્તરીય બેઠકમા નર્મદા વિભાગ માફરતે ઓપન કેલના કરવાને બદલે સિચાઈ વિભાગ પાઈપો નાખી કામ પૂર્ણ કરે તેવા તઘલખી અને અયોગ્ય નિર્ણય લીધો . આ નિર્ણયમા ફેરફાર કરવાનુ આયોજન થઈ રહ્યુ છે.

દુધઈ પેટા શાખા કચ્છના જળક્ષેત્રના વિકાસનું બની શકે છે કલ્પવૃક્ષ
ગાંધીધામ : સાત મુખ્ય લીંક કેનાલ પૈકીની દુધઈ પેટા શાખા નહેર માફરતે બનીના પ્રોજેકટ ઉપરાંત અન્ય રેગ્યુલર ૧પ૦૦૦ હેટકર વિસ્તારમા નર્મદાના પાણી આપી શકયા તેમ છે. ખરેખર દુધઈ પેટા શાખા નહેર કચ્છ માટે સરહદી વિસ્તારના વિકાસના સંદર્ભમા કચ્છના જળક્ષેત્રના અભ્યાસુ લોકોના મતે કલ્પવૃક્ષ બની શકે તેમ છે.